બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ED CBI may get new boss: Govt considering post of CIO

કવાયત / ED CBI ને મળી શકે છે નવા બોસ: CIOના પદ પર વિચાર કરી રહી છે મોદી સરકાર, NSA-CDS જેટલો હશે પાવર

Priyakant

Last Updated: 12:06 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chief Investigation Officer of India News: જો CIO ની પોસ્ટ નિયુક્ત કરવામાં આવે છે તો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના વડા તરીકે કામ કરશે

  • ED અને CBI ને લઈ મોટા સમાચાર 
  • ED CBI ને મળી શકે છે નવા બોસ
  • CIOના પદ પર વિચાર કરી રહી છે સરકાર

NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની જેમ હવે  ભારત સરકાર ભારતના મુખ્ય તપાસ અધિકારી એટલે કે CIOની પોસ્ટ બનાવવાનું વિચારી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો CIO ની પોસ્ટ નિયુક્ત કરવામાં આવે છે તો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના વડા તરીકે કામ કરશે.

એક ખાનગી મીડિયાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જો દેશમાં CIOની નિમણૂક કરવામાં આવે છે, તો ED અને CBI તેમને રિપોર્ટ કરશે. ખાસ વાત એ છે કે CDS સેનાની ત્રણેય સેવાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે અને બંને ગુપ્તચર એજન્સીઓ NSAને રિપોર્ટ કરે છે. હાલ CIOની પોસ્ટને લઈને ટોચના સ્તરે ચર્ચા ચાલી રહી છે.

ED અને CBIનું કામ શું હોય છે ? 
હાલમાં ED મુખ્યત્વે આર્થિક છેતરપિંડીના મામલા પર કામ કરે છે. આ ઉપરાંત કેન્દ્રીય એજન્સી મની લોન્ડરિંગ અને FEMA એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન જેવા કેસોમાં પણ પગલાં લે છે. અહીં અન્ય કેન્દ્રીય એજન્સી CBI ભ્રષ્ટાચાર અને અન્ય આર્થિક ગુનાઓ સામે સક્રિય રહે છે. 

CIOનું કામ શું હશે ? 
રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું છે કે, નવી પોસ્ટ ભારત સરકારમાં સેક્રેટરી રેન્કની હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી પણ ED કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ અને કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ CBI હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે. જો કે આ CIO દ્વારા ચલાવવામાં આવી શકે છે જે સીધા વડાપ્રધાન કાર્યાલયને રિપોર્ટ કરશે.

પ્રથમ CIO કોણ હોઈ શકે ? 
સત્તાવાર રીતે આ પદ કે પ્રથમ અધિકારી વિશે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ એવી અટકળો છે કે EDના વર્તમાન ચીફ સંજય કુમાર મિશ્રાને પ્રથમ CIO બનાવવામાં આવી શકે છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે મિશ્રાને 15 સપ્ટેમ્બર સુધી ED વડા તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે તે દરમિયાન સુપ્રિમ કોર્ટે મિશ્રાને નિવૃત્તિ બાદ બે વખત આપવામાં આવેલ સર્વિસ એક્સટેન્શનને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ