બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Eating maida tandoori roti is unhealthy, know the side effects

હેલ્થ / હોટલ કે લગ્નમાં તંદૂરી રોટી ખાવાના શોખીન હોવ તો આજે જ છોડી દેજો! હાર્ટના રોગોથી લઈને ડાયાબિટીસનો વધી જાય છે ખતરો

Vaidehi

Last Updated: 05:10 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે રેસ્ટોરાંની તંદુરી રોટી તમને કેટલું નુકસાન કરી શકે છે? સતત તેના સેવનથી શરીરમાં ડાયાબિટિસ, હાર્ટનાં રોગોનું જોખમ તેમજ કેલેસ્ટ્ર્રોલ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

  • મેંદાથી ભરપૂર તંદુરી રોટી શરીર માટે નુક્સાનકારક
  • ડાયાબિટિસથી લઈ હાર્ટનાં રોગો થવાનો ભય
  • પાચન અને કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે 

આપણે બધા બહારનાં રેસ્ટોરાંમાં જમતા હોઇએ છીએ. હોટલમાં જઇએ અને આપણને તંદુરી રોટી ખાવાનું મન થઇ જાય છે. હોટલમાં ખવાતી આ સૌથી પોપ્યુલર ડિશ છે. તંદુરી રોટી રોટલીનું જ એક રૂપ છે, પરંતુ તેમાં કેલરી અને કાર્બોહાઇડ્રેડની માત્રા થોડી વધુ હોય છે, જોકે તે ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોવાના લીધે લોકો તે પ્રીફર કરે છે.
આ રોટીને તંદુરમાં શેકવામાં આવે છે. તમે જોયું હશે કે ગરમ ગરમ આ રોટીમાં કોલસાની ગંધ આવે છે. આ કારણે લોકો તેને પ્રેમથી ખાય છે. શું તમે જાણો છો કે રેસ્ટોરાંની તંદુરી રોટી તમને કેટલું નુકસાન કરે છે. 

તંદુરી રોટી હેલ્થને નુકસાન પહોંચાડે છે
જો તમે પણ તંદુરી રોટી ખાવાના શોખીન હો તો એક વાર આ વાંચી લેજો અનહેલ્ધી ફેટ સાથે બનાવાય છે રેસ્ટોરાંમાં બનાવાયેલી તંદુરી રોટી હેલ્થને નુકસાન પહોંચાડે છે. તે ખૂબ બધા માખણ અને અનહેલ્ધી ફેટ સાથે બનાવવામાં આવે છે. તેમાં રહેલો મેંદો આંતરડા માટે નુકસાનકારક છે. તેના સતત સેવનથી ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, કબજિયાત, પાચન સંબંધિત તકલીફ અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.

હાર્ટના રોગોનું જોખમ
કોઇ પણ હોટલમાં તંદુરી રોટી તંદુરમાં બનાવવામાં આવે છે, જેને કોલસા, લાકડાં કે ચારકોલ પર રાખવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોલસા, લાકડી કે ચારકોલમાં રાંધેલુ જમવાથી એર પોલ્યુશન તો થાય છે, પરંતુ સાથે સાથે હ્રદય રોગનો ખતરો પણ વધે છે.

ડાયાબિટિસનો ખતરો વધારે છે
તંદુરી રોટી મેંદામાંથી બને છે. તેમાં ઉંચી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, જેથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. ખાસ કરીને જો તમે ડાયાબિટિક છો તો બહારથી તંદુરી રોટી મંગાવવાથી દૂર રહો. વારંવાર મેંદો ખાવાથી ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટવા લાગે છે અને ડાયાબિટીસ વધે છે.

વજન વધે છે
તંદુરી રોટી તમારા વેઇટ ગેઇન માટે જવાબદાર છે. આજકાલ મેદસ્વિતાની જે સમસ્યા વધી છે તેનું મુખ્ય કારણ રિફાઇન્ડ લોટ કે મેંદો છે. મેંદાના વધુ પડતા સેવનથી શરીરમાં ફેટ વધે છે. મેંદાથી આંતરડામાં સોજો આવે છે, તેથી વજન વધવા લાગે છે. તંદુરી રોટીના વધુ પડતા સેવનથી વ્યક્તિ સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ગ્ઝાઇટીનો શિકાર થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ