બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / easily make these 4 sweets at home in a pressure cooker

કુછ મીઠા હો જાયે.. / કેક બનાવવા ઓવનની જરૂર નથી! પ્રેશર કૂકરમાં જ બનાવો ચોકલેટ કેક-વેનિલા કેક સહિત આ 4 ડેઝર્ટ્સ, જાણો રેસીપી

Bijal Vyas

Last Updated: 10:04 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રેશર કૂકરમાં મીઠાઈઓ બનાવી શકો છો? જો જવાબ ના છે, તો અહીં કેટલીક એવી મીઠાઇ છે જે તમે સરળ રીતે કૂકરમાં બનાવી શકશો...

  • પ્રેશર કૂકરમાં બનાવો સરળ રીતે કેક 
  • પ્રેશર કૂકરમાં ડેઝર્ટ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો 
  • કૂકરમાં બનાવો કારમેલ કસ્ટર્ડ

Pressure cooker desserts recipe: ડેઝર્ટમાં કેક સૌ કોઇને ભાવતી હોય છે, પરિવારમાં કોઇની બર્થ ડે, કે એનિવર્સરી હોય કે પછી કોઇ સ્પેશિયલ દિવસને સેલિબ્રેટ કરવો હોય. તે માટે મોં મીઠુ કરવાનુ બેસ્ટ ઓપ્શન કેક છે. પરંતુ ઘણી એવુ બને છે કે ઘરમાં ઓવન ના હોવાના કારણે આ બેક આઇટમ બનાવવી શક્ય હોતી નથી. પરંતુ જો તમારી પાસે ઓવન/માઈક્રોવેવ ન હોય, તેમ છંતા તમે કેક બેકિંગ કરી શકો છો.જી,હાં તમે પ્રેશર કૂકરમાં મોઢામાં પાણી આવે તેવી કેક અને કસ્ટર્ડ પણ બનાવી શકો છો. અહીં તમને પ્રેશર કૂકરમાં ડેઝર્ટ બનાવવાની રીત જણાવી છે...વાંચો અને આજે જ ટ્રાય કરો આ ડેઝર્ટ રેસીપી

મહિલાઓ ઘરે બેઠા કરી શકે છે આ બિઝનેસ, મહિને લાખોની થશે કમાણી | start cake  making business will give profit of lakhs of rupees in a year know more

પ્રેશર કૂકરમાં ડેઝર્ટ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો 

  • જો તમે ઇચ્છો છો કે તમારી ડિશ સારી રીત બેક થાય તો કૂકરને પહેલા ગરમ કરો. 
  • મીઠાઇ(એટલે જે બેકિંગ કરવાના છો તે)ના ટીનને કૂકરમાં એક સ્ટેન્ડ પર રાખો. 
  • કેક બેટર/ ડેઝર્ટ બેઝમાં નાંખતા પહેલા ટીનને સારી રીતે ઘી અથવા બટરથી ગ્રીસ કરી લો.

પ્રેશર કૂકરમાં બનાવી શકો છો આ 4 સ્વાદિષ્ટ ડેઝર્ટ  
1. પ્રેશર કૂકરમાં બનાનો એગ લેસ કેક 

વેનીલા કેક એ ક્લાસિક છે જેનો આનંદ તમે વારંવાર માણી શકો છો અને જો તમે ઇંડા વિનાની રેસીપી શોધી રહ્યાં છો, તો આ તમારા માટે છે. આ કેક બનાવવા માટે તમારે માત્ર થોડી સામગ્રીની જ જરૂર છે. તે એક કલાકમાં તૈયાર થઈ શકે છે. એકવાર બેક થઇ ગયા પછી, તમે તેને મધ, મેપલ સીરપ, ચોકલેટ સોસ વગેરેને ગાર્નિંશ કરીને ખાઇ શકો છો અથવા તેને ફ્રોસ્ટિંગ અથવા ક્રીમ દ્વારા પણ ગાર્નિશ કરીને ખાઇ શકો છો.

2. પ્રેશર કૂકરમાં ચોકલેટ કેક 
કૂકરમાં આવી નાજુક મીઠી અને નરમ મીઠાઈ બનાવવી શક્ય નથી લાગતું, પણ આપણે બનાવી શકીએ છીએ. આગલી વખતે જ્યારે તમે ચોકલેટી ટ્રીટ કરવા માંગો છો, ત્યારે તે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બનાવી શકાય છે.

Topic | VTV Gujarati

3. પ્રેશર કૂકરમાં ચોકો કપકેક 
તમે ઓવન વિના પણ કપકેક બનાવી શકો છો. તેમાં ચોકલેટનો સ્વાદ હોય છે અને તેને બટર ક્રીમ ફ્રોસ્ટિંગની સાથે અથવા તેના સ્વાદ વિના પણ બનાવી શકો છો. 

4.પ્રેશર કૂકરમાં કારમેલ કસ્ટર્ડ
કેકથી કંટાળી ગયા છો પરંતુ હજુ પણ ક્લાસિક ટ્રીટ જોઈએ છે? તો પછી કારમેલ કસ્ટાર્ડ તમારા માટે છે. આજકાલ બજારમાં ઘણા રેડીમેડ પ્રિમિક્સ ઉપલબ્ધ છે, પરંતુ હોમમેઇડ કસ્ટાર્ડની પોષક ગુણોથી કંઈ પણ હટતું નથી. આ મીઠાઈ 30-40 મિનિટમાં તૈયાર થઈ જાય છે.

આમાંથી કોઇપણ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ