બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / earn money with bay leaf business earn lakh of rupees bay leaf farming Business ides

ફાયદાની વાત / આજથી જ તમારા ઘરમાં લગાવો આ છોડ, વાર્ષિક થશે આટલાં લાખની કમાણી, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Manisha Jogi

Last Updated: 12:01 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેજપત્તા શુષ્ક અને સુગંધિત છોડ છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આ મસાલાનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. તમે સરળતાથી તેજપત્તાની ખેતી શરૂ કરી શકો છો.

  • સરળતાથી તેજપત્તાની ખેતી કરી શકો છો
  • તેજપત્તા શુષ્ક અને સુગંધિત છોડ છે
  • આખા વર્ષ દરમિયાન આ છોડની માંગ રહે છે

જો તમને ખેતી કરવી ગમતી હોય અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, તો અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ છોડ લગાવ્યા પછી તમે આખી જીંદગી લાખોની કમાણી કરી શકો છો. તમે સરળતાથી તેજપત્તાની ખેતી કરી શકો છો, જેને ‘બે લીફ’ તરીકે ઓળખવામાં આવે છે. તેજપત્તા શુષ્ક અને સુગંધિત છોડ છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આ મસાલાનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. અનેક દેશોમાં આ છોડનું ઉત્પાદન કરવામાં આવે છે; જેમાં ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઈટલી, ફ્રાંસ અને ઉત્તર અમેરિકા તથા બેલ્જિયમ સહિત અન્ય દેશ શામેલ છે. 

તેજપત્તાની ખેતી કેવી રીતે શરૂ કરવી? 
તમે સરળતાથી તેજપત્તાની ખેતી શરૂ કરી શકો છો. આ ખેતી કરવા માટે તમારે શરૂઆતમાં મહેનત કરવી પડશે. છોડ મોટો થયા પછી વધુ મહેનત કરવાની નહીં રહે. જૂન અને જુલાઈમાં તેજપત્તાની વાવણી કરવામાં આવે છે. આ છોડની વાવણીથી બીજ દ્વારા તથા કલમ વિધિ અપનાવીને છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડ મુખ્યરૂપે પથરાળ જમીન પર ઉગાડવામાં આવે છે. યોગ્ય સમયે આ છોડની લણણી કરવાથી છોડનો સંપૂર્ણપણે વિકાસ થાય છે. આ કારણોસર આ છોડની યોગ્ય સમયે લણણી કરવી જરૂરી છે. 

કેટલો ફાયદો થશે
તેજપત્તાનો બારેમાસ ઉપયોગ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન આ છોડની ખેતી કરવામાં આવે છે. પત્તા તોડ્યા પછી સૂકવીને તેનો ઉપયોગ કરી શકાય છે. નફાની વાત કરવામાં આવે તો એક તેજપત્તાના છોડથી વાર્ષિક 5 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે. 25 છોડ લગાવવામાં આવે તો વાર્ષિક 75 હજારથી 1 લાખ 25 હજાર સુધીની કમાણી કરી શકો છો. આ બિઝનેસથી તમે તગડી કમાણી પણ કરી શકો છો. આ ખેતી કરતા ખેડૂતોને રાષ્ટ્રીય પાદપ બોર્ડ તરફથી 30 ટકા રકમની સબસિડી આપવામાં આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ