બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / e-shram do not do this mistake even by mistake 2 lakh rupees

કામની વાત / E-Shram કાર્ડ બનાવનારા સાવધાન! ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો થશે 2 લાખનું નુકસાન! PIBએ કર્યું એલર્ટ જાહેર

Bijal Vyas

Last Updated: 11:44 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસોમાં બજારમાં ઘણા લોકો નકલી ઈ-શ્રમ કાર્ડ બનાવે છે, આ માટે PIB પણ એલર્ટ થઈ ગયું છે. આ છેતરપિંડી કરનારા નકલી પોર્ટલ દ્વારા પૈસા લઇને કાર્ડ બનાવે છે

  • છેતરપિંડી કરનારાઓ ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે નિર્દોષ લોકો પાસેથી તગડી ફી પણ વસૂલે છે
  • પીઆઈબીએ માત્ર અધિકૃત સાઇટ પરથી જ ઈ-શ્રમ હેઠળ નોંધણી કરાવવા માટે સાવચેત રહેવા જણાવ્યું
  • ઈ-શ્રમ હેઠળ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા માંગતા હોવ તો ધ્યાનપૂર્વક નોંધણી કરો

E-Shram card: ઈ-શ્રમ કાર્ડ લોન્ચ થયાને માત્ર બે વર્ષ જ થયા છે, પરંતુ સ્કીમના નામે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં નકલી પોર્ટલ પર ઘણા બધા લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. એટલું જ નહીં, આ છેતરપિંડી કરનારાઓ ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે નિર્દોષ લોકો પાસેથી તગડી ફી પણ વસૂલે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ ઈ-શ્રમ કાર્ડ દેખાવમાં વાસ્તવિક લાગે છે. જો તમે આ રીતે ગમે ત્યાંથી ઈ-શ્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો તમે સ્કીમ હેઠળ મળેલા 2 લાખ રૂપિયા ગુમાવશો. તેથી જ અધિકૃત જન સુવિધા કેન્દ્રમાંથી જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવો. નહિંતર, તમે યોજના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી વંચિત રહી જશો.

PIB જાહેર કર્યુ છે એલર્ટ  
ઉલ્લેખનીય છે કે, પીઆઈબી(PIB)એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ પોસ્ટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, "છેતરપિંડી કરનારાઓએ ઈ-શ્રમ પોર્ટલ જેવી જ એક વેબસાઈટ બનાવી છે." જેના દ્વારા આ લોકો નિર્દોષ મજૂરો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેમની પાસેથી રજીસ્ટ્રેશનના બદલે 200 થી 400 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. સાથે જ તેમનું રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યું નથી. આ સાથે, પીઆઈબીએ માત્ર અધિકૃત સાઇટ પરથી જ ઈ-શ્રમ હેઠળ નોંધણી કરાવવા માટે સાવચેત રહેવા જણાવ્યું છે. જો તમે પણ ઈ-શ્રમ હેઠળ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા માંગતા હોવ તો ધ્યાનપૂર્વક નોંધણી કરો.

આ છે રજીસ્ટ્રેશનની રીત
ઉલ્લેખનીય છે કે, ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે. રજીસ્ટ્રેશન કરવા માટે, તમારે પહેલા ઈ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) પર ક્લિક કરવું પડશે. ત્યાં હોમ પેજની બાજુમાં તમને 'રજીસ્ટર ઓન ઈ-શ્રમ'નો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરવાથી તમને નવા પેજ પરથી રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યાં તમારે જરૂરી માહિતી ભરવાની રહેશે. ઉપરાંત, જો તમે તમારો આધાર નંબર દાખલ કરો છો, તો તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. જે દાખલ કરીને તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ