બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / dussehra celebration in all over india Amritsar patna Dehradun

ઉત્સવ / દેશભરમાં દશેરાનો જશ્ન શરુ, અમૃતસર અને પટણા સહિતના શહેરોમાં કરાયું રાવણના પૂતળાનું દહન

MayurN

Last Updated: 06:39 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.ભારતમાં ઘણી જગ્યાએ રાવણનું દહન કરવામાં આવી રહ્યું છે. જુઓ વિડીયો..

  • દેશભરમાં આજે રાવણ દહનની ઉજવણી ધામધૂમપૂર્ણ
  • અનેક જગ્યાએ રાવણ દહન કરવામાં આવી રહ્યું છે
  • આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો

આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન રામે માતા સીતાને રાવણના ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા અને રાવણનો વધ કર્યો હતો. બિહારની રાજધાની પટનામાં પણ દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આજે અહીં અનેક જગ્યાએ રાવણ દહન કરવામાં આવી રહ્યું છે.

 

દહેરાદુનમાં થઇ ઉજવણી
આ વખતે દશેરા સમિતિ બન્નુ બિરાદરોએ દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે દશેરાની ઉજવણીને ભવ્ય બનાવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. કોરોનાને કારણે બે વર્ષ બાદ યોજાનારા 75માં દશેરા ઉત્સવમાં રાવણનું પૂતળું 65 ફૂટ ઊંચુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા પણ ગત વખત કરતા થોડા ઉંચા બનાવવામાં આવી રહ્યા છે, જેને ભવ્ય લુક આપવામાં આવી રહ્યો છે.

 

 

લુધિયાણામાં પણ થયું રાવણ દહન
પંજાબના લુધિયાણાના દારાસી ગ્રાઉન્ડમાં દશેરાના અવસર પર રાવણ દહન કરવામાં આવ્યું હતું.

 

 

અમૃતસર
અમૃતસરના દુર્ગિયાના મંદિરની બહાર રાવણ દહન કરવામાં આવી રહ્યું છે

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ