બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dunk of Jamnagar daughters in cricket

સિદ્ધિ / જામનગરની દીકરીઓએ ક્રિકેટમાં કર્યો કમાલ, રણજી અને અન્ડર નાઇન્ટીન કેપ્ટન બની પિતાનું સપનું કર્યું સાકાર, રોચક સફર જાણવા જેવી

Dinesh

Last Updated: 12:20 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની દીકરીઓ સુજાન અને રાબિયા ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢી દેશમાં ઓળખ બનાવી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે, સુજાન સમા રણજીત ટ્રોફી અને રાબિયા સમા અન્ડર 19 અને અન્ડર 15ની કેપ્ટન છે

  • જામનગરની દીકરીઓનો ક્રિકેટમાં ડંકો
  • પિતા પુલાવ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે
  • સુજાન અને રાબિયાની સંઘર્ષગાથાને અભિનંદન 


ક્રિકેટ ક્ષેત્રે જામનગરનો ઇતિહાસ વર્ષોથી ઉજળો રહ્યો છે અને નવી પેઢીએ પણ તેના સાહસ અને ખંતથી આ ઉજળા ઇતિહાસને સવાયો કર્યો છે. ક્રિકેટ ક્ષેત્રે જામનગરની દીકરીઓએ પણ કાઠું કાઢી દેશમાં ઓળખ બનાવી એક નવી ઉમળકાભેર સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરના સુજાન અને રાબીયા સામાનું નામ ઝળહળી રહ્યું છે. 

આ દીકરીઓને અભિનંદન
સુજાન અને રાબીયા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી અનેક સામજિક વંટોળો વચ્ચે અને પડકારોને પાછળ પછાડી આજે પોતાની એક નવી ઓળખ ઉભી કરી છે.  આ દીકરીઓને અભિનંદન અને તેના પિતાને વંદન છે, કારણ કે તેઓ લારી પર વેજ પુલાવ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે છતાં પોતાની બન્ને દીકરીઓને ક્રિકેટ ક્ષેત્રે આગળ ધપાવવા પૂરતો સહયોગ આપે છે.

સુજાન અને રાબિયાની તસવીર

સુજાન અને રાબિયાએ રાત-દિવસ એક કરીને સફળતાની સિદ્ધિ મેળવી
સુજાન અને રાબિયાના પિતા આસિફ સમા જામનગરમાં ત્રણ દરવાજા, ગ્રીન માર્કેટ પાસે વેજ પુલાવ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 5 દીકરીઓ છે. જેમાંથી સુજાન સમા રણજીત ટ્રોફી અને રાબિયા સમા અન્ડર 19 અને અન્ડર 15ની કેપ્ટન છે. બંને દીકરીઓએ રાત-દિવસ એક કરીને સફળતાની સિદ્ધિ મેળવી છે. બંને દીકરીઓને મળેલી સફળતાને લઈને પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે.

સુજાનની તસવીર

'હું ક્રિકેટર ન બની શક્યા પરંતુ દીકરીઓને ક્રિકેટર બનાવી'
પિતા આસિફ સમય જણાવ્યું હતું કે, મારે પાંચ દીકરીઓ છે મારો પહેલેથી શોખ ક્રિકેટર બનવાનો હતો. પરંતુ આ શોખ માત્ર સપનું બનીને જ રહી ગયો હતો અને મેં મારા પુત્રને ક્રિકેટર બનાવવાનું મનોમન વિચારી લીધું હતું. આ દરમિયાન વસવસો ઠાલવતા કહ્યું કે ભગવાને દીકરાની પણ ખોટ રાખી છે આથી મે મારી બંને દીકરીઓને ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. બન્ને દીકરીઓ જામનગર ક્રિકેટ બંગલા ખાતે પ્રેક્ટિસ કરી હતી. કોચ મહેન્દ્ર સિંહ ચોહાણ (તેઓ રવિન્દ્ર જાડેજાના પણ કોચ હતા) અને મારી બંને દીકરીઓને રાતદિવસની મહેનતથી સફળતા મેળવી છે. 

સુજાન અને રાબિયાના પિતા આસિફની તસવીર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ