બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Dummy scandal missed in Bhavnagar investigation, 4 accused still far from police custody

ભાવનગર / યુવરાજસિંહ નામ ઉછળ્યું ને ડમીકાંડ દબાયું: 24 આરોપીઓ પોલીસની પકડથી દૂર, નામ-સરનામા છે છતાં કેમ કાર્યવાહી નહીં?

Dinesh

Last Updated: 04:27 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમીકાંડમાં અત્યાર સુધીમાં 33 આરોપીની ધરપકડ થઈ છે જ્યારે કુલ 57 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. 57માંથી 24 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

  • તોડકાંડ તપાસમાં ડમીકાંડ ભૂલાયું
  • ડમીકાંડમાં કેમ તપાસ નથી થતી?
  • ફરાર 24 આરોપીની ક્યારે ધરપકડ થશે?


ભાવનગરમાં તોડકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે પરંતુ ડમીકાંડ ભૂલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, ડમીકાંડમાં કુલ 36 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. જે  36 આરોપીઓમાંથી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી હતી. 

24 આરોપી હજુ પોલીસ પકડથી દૂર 
13 આરોપીઓની તપાસમાં અન્ય 20 આરોપીઓના નામ બહાર આવ્યા હતા અને નવા નામ બહાર આવતા પોલીસે 20 આરોપીની ધરપકડ કરી હતી. ડમીકાંડમાં અત્યાર સુધીમાં 33 આરોપીની ધરપકડ થઈ છે જ્યારે ડમીકાંડમાં કુલ 57 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. 57માંથી 24 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે તેમજ પોલીસ પાસે તમામ ફરાર આરોપીના નામ અને સરનામા હોવા છતાં ધરપકડ કેમ કરવામાં આવતી નથી તે સવાલ ઉભા થઈ રહ્યાં છે. 

ભાવનગર ડમીકાંડમાં 6 આરોપી જેલભેગા, તોડકાંડના આરોપીઓ બિપિન ત્રિવેદી અને  ઘનશ્યામ લાધવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો વિગત | 6 accused in Bhavnagar  dummy ...

તોડકાંડમાં કાર્યવાહી થાય છે તો ડમીકાંડમાં કેમ નહીં?
24 આરોપીઓની ધરપકડ ન થતા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યાં છે જો કે, ડમીકાંડમાં પણ રૂપિયાનો મોટો વ્યવહાર બહાર આવી શકે છે. ડમીકાંડમાં નોકરી મેળવનારાએ કોની સાથે રૂપિયાનો વ્યવહાર કર્યો તેની તપાસ હજુ બાકી છે જે તમામ બાબતને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે. 5 એપ્રિલના રોજ યુવરાજસિંહે ડમીકાંડમાં નામ જાહેર  કર્યા હતાં.  નામ જાહેર કર્યા બાદ યુવરાજસિંહ પર તોડ કરવાનો આક્ષેપ લાગ્યો હતો. જો કે, અત્યારે પોલીસ તોડકાંડમાં તપાસ કરી રહી છે પરંતું તોડકાંડ સાથે ડમીકાંડની તપાસ કેમ થતી નથી તે સૌથી મોટો સવાલ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ