બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Due to the India-Pakistan World Cup match, the rent of hotels in Ahmedabad increased drastically

ICC વર્લ્ડકપ ઇફેક્ટ / બાપ રે... અમદાવાદમાં એક દિવસનું ભાડું 1.5 લાખને પાર! ફાઇવ સ્ટાર હોટલોના ભાવ પહોંચ્યા આસમાને

Malay

Last Updated: 09:40 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચને લઈને અમદાવાદની જાણીતી હોટલોના ભાડામાં ધરખમ વધારો થયો છે, તો કેટલીક હોટલો હાઉસફૂલ થઈ ગઈ છે.

 

  • ભારતમાં વનડે ક્રિકેટ વિશ્વ કપ 2023નું આયોજન
  • 15 ઓક્ટોબરના રોજ યોજાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે મેચ 
  • અમદાવાદમાં 15 ઓક્ટોબરે હોટલના ભાવ આસમાને પહોંચ્યા!

ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. 

15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. ત્યારે ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ શહેરમાં હોટલના ભાડામાં 167 ટકાનો ઉછાળો નોંધાયો છે. ફક્ત એટલું જ નહીં કેટલીક હોટલો તો અત્યારથી જ હાઉસ ફુલ થઈ ગઈ છે. મેચનું શેડ્યૂલ જાહેર થતાની સાથે જ શહેરની કેટલીક ફાઈવસ્ટાર હોટલ દ્વારા ઓફિશિયલ સાઈટ પર બુકિંગ પણ બ્લેક કરી દેવાયા છે.

ફાઈલ ફોટો

15 ઓક્ટોબરે હોટલના ભાવ આસમાને     
શહેરની ખ્યાતનામ હોટલો જેમ કે હયાત, મેરિયોટ, તાજ સ્કાઈલાઈન, કામા હોટલ, લેમન ટ્રી, આઈટીસી નર્મદા, પ્રાઈડ પ્લાઝા, રેડીસન બ્લૂ જેવી હોટલના ભાડામાં ધરખમ થયો છે. સામાન્ય રીતે એક લક્ઝરી હોટલમાં એક દિવસનું ભાડું પાંચથી આઠ હજાર રૂપિયા હોતું હોય છે જે 14-15 ઓક્ટોબર માટે વધારીને 40,000થી 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

ફાઈલ ફોટો

મને ફાવે તેમ લેવાઈ રહ્યા છે હોટલોના ભાડા
ક્રિકેટ ચાહકોએ હોટલોમાં બુકિંગ શરૂ કરી દીધું છે. જેને લઈને ભાડામાં પણ ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. અહીં સૌથી ધ્યાન આપવા જેવી વાત તો એ છે અમદાવાદમાં 15 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને કેટલીક જણીતી વેબસાઇટ પર પણ આડેધડ ભાડા વસુલવામાં આવી રહ્યા છે. વિવિધ બુકિંગ સાઈટ પર ઉપલબ્ધ અંદાજિત ભાડાની વિગતો અનુસાર, અમદાવાદની રેડિસન બ્લુ હોટલનું બે દિવસ (14-15 ઓક્ટોબર)નું ભાડું 2 લાખ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે સામાન્ય દિવસોમાં આ હોટલમાં એક દિવસનું ભાડું 13 હજાર વસૂલવામાં આવે છે. તો પ્રાઈડ પ્લાઝામાં સામાન્ય દિવસોમાં એક દિવસનું 6 હજાર રૂપિયા ભાડું લેવામાં આવે છે. જ્યારે 14-15 ઓક્ટોબરનું ભાડું 1.50 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

Penalty on Hotel Courtyard Marriott at Ahmedabad
ફાઈલ ફોટો

આ હોટલો અત્યારથી જ હાઉસફુલ
અન્ય હોટલોની વાત કરીએ તો તાજ સ્કાયલાઈનમાં બે દિવસ (14-15 ઓક્ટોબર)નું ભાડું 1 લાખ રૂપિયા છે, જ્યારે આ હોટલમાં એક દિવસનું અંદાજે 7 હજાર રૂપિયા ભાડું લેવામાં આવે છે, કામા હોટલમાં 14-15 ઓક્ટોબરનું ભાડું 54 હજાર અને લેમન ટ્રી હોટલમાં 14-15 ઓક્ટોબરનું ભાડું 83 હજાર છે. જ્યારે ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત રેજેન્સી, કોર્ટીયાર્ડ હાઉસફુલ થઈ ગઈ છે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ