બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Due to the dam being built in Rajasthan, a dire water situation may arise in North Gujarat

મહામંથન / રાજસ્થાનમાં બની રહેલા ડેમથી ગુજરાતમા જળસંકટ આવશે? શું હતો 1971નો એ કરાર, હવે ધરોઈ ડેમ નહીં છલકાય?

Vishal Khamar

Last Updated: 09:31 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ ડેમનાં કારણે ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે ધારાસભ્ય દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર લખી જાણ કરી છે. તો રાજસ્થાનનાં ડેમ વિસ્તારનાં આદિવાસીઓએ પણ વિરોધ કર્યો છે.

આપણી પરંપરાગત કવેહતો બદલાઈ જાય એ સ્થિતિ છે. પણ વર્તમાન સમયમાં જળ પણ કજિયો કરાવે એવું અનેકવાર બને છે. પાણીને લઈને સરકારો, રાજ્યો વચ્ચે વિવાદ ચાલતા હોય તે વાત ભારતમાં નવી નથી. હવે ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે નવા વિવાદના કેન્દ્રમાં પાણી છે. વિવાદની શરૂઆત રાજસ્થાન સરકારની બે બંધ બાંધવાની યોજનાની જાહેરાતથી થાય છે. જો રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બાંધે તો ધરોઈ ડેમમાં આવતું પાણી અટકે કારણ કે આ બંધ ધરોઈ ડેમના ઉપરવાસમાં બની રહ્યા છે. સાબરકાંઠાના સરહદી વિસ્તારો આ સ્થિતિથી વાકેફ છે અને એટલે જ સરકાર સમક્ષ આ બાબતે ઘટતું કરવા વારંવાર રજૂઆત કરી ચુક્યા છે. 

  • રાજસ્થાન સરકાર દ્વારા પ્રસ્તાવિત બે ડેમનો વિરોધ
  • રાજસ્થાન સરકાર જે બે ડેમ બનાવી રહી છે તેનાથી ગુજરાતને અસર થઈ શકે
  • ધરોઈ ડેમના ઉપરવાસમાં બે બંધ બની રહ્યા છે
  • આ ડેમથી ધરોઈ ડેમમાં પાણી આવતું અટકશે તેવો મત છે

સામે પક્ષે રાજસ્થાન સરકારનો તર્ક છે કે ચોમાસાની સિઝનમાં સેઈ અને સાબરમતી નદીમાંથી મોટાભાગનું પાણી ગુજરાત તરફ જ વહી જાય છે જેને અટકાવવું અત્યંત જરૂરી છે. કેટલાક જાણકારો આ બાબતને રાજસ્થાનમાં વર્ષના અંતે આવનારી ચૂંટણી સાથે પણ જોડી રહ્યા છે.. થોડા સમય પહેલા રાજ્ય સરકાર તરફથી ફક્ત એટલું કહેવાયું કે સિંચાઈ મંત્રી આ મામલો તપાસી રહ્યા છે અને નિયમ પ્રમાણે યોગ્ય કરવામાં આવશે. અહીં ધરોઈ ડેમ જ્યારે બન્યો ત્યારે વર્ષો પહેલા ગુજરાત અને રાજસ્થાન સરકારે કરાર કર્યો હતો તે કરારનો ભંગ થયો છે કે કેમ તે મુદ્દો પણ તપાસવો અત્યંત જરૂરી છે.. હવે સવાલ એ છે કે રાજસ્થાન સરકાર જો ડેમ બનાવે તો ગુજરાતના જિલ્લાઓ માટે પાણીના વિકલ્પ શું રહે?

  • ધરોઈ ડેમ ખાલી થશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટની સ્થિતિ
  • ધારાસભ્ય રમણલાલ વોરાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
  • સાબરકાંઠાના સરહદી વિસ્તારના લોકોએ પણ આ ડેમનો વિરોધ કર્યો હતો
  • અગાઉ રાજસ્થાનમાં પ્રસ્તાવિત ડેમની આસપાસના આદિવાસીઓએ પણ વિરોધ કર્યો

 રાજસ્થાન સરકાર દ્વારા પ્રસ્તાવિત બે ડેમનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે.  રાજસ્થાન સરકાર જે બે ડેમ બનાવી રહી છે તેનાથી ગુજરાતને અસર થઈ શકે. ધરોઈ ડેમના ઉપરવાસમાં બે બંધ બની રહ્યા છે. આ ડેમથી ધરોઈ ડેમમાં પાણી આવતું અટકશે તેવો મત છે. ધરોઈ ડેમ ખાલી થશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે.  ધારાસભ્ય રમણલાલ વોરાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાબરકાંઠાના સરહદી વિસ્તારના લોકોએ પણ આ ડેમનો વિરોધ કર્યો હતો. અગાઉ રાજસ્થાનમાં પ્રસ્તાવિત ડેમની આસપાસના આદિવાસીઓએ પણ વિરોધ કર્યો.

  • ધરોઈ ડેમના ઉપરવાસમા બંધ બંધાશે તો ગુજરાતને અસર થશે
  • ખાસ કરીને ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પાણીની સ્થિતિ વિકટ બની શકે
  • સાબરકાંઠા અને મહેસાણાના લોકો અને ખેડૂતોને વધુ મુશ્કેલી પડશે
  • ભવિષ્યમાં આ વિસ્તારના ખેડૂતોને હિજરત કરવી પડી શકે છે

રમણલાલ વોરાએ શું રજૂઆત કરી?
ધરોઈ ડેમના ઉપરવાસમા બંધ બંધાશે તો ગુજરાતને અસર થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પાણીની સ્થિતિ વિકટ બની શકે છે.  સાબરકાંઠા અને મહેસાણાના લોકો અને ખેડૂતોને વધુ મુશ્કેલી પડશે. ભવિષ્યમાં આ વિસ્તારના ખેડૂતોને હિજરત કરવી પડી શકે છે. 

  • નર્મદા ડેમમાંથી ધરોઈ ડેમમાં નાંખવામાં આવતા પાણીની માત્રા વધે
  • ધરોઈના જમણાકાંઠાની કેનાલની જેમ ડાબાકાંઠાની કેનાલમાં પાણી મળે
  • ગુહાઈ ડેમને નર્મદાના પાઈપલાઈનથી ઓછામાં ઓછુ 60 ક્યુસેક પાણી મળે
  • ગુહાઈ ડેમથી વધુ પાણી મળશે તો પૂર્વ વિસ્તારના 11થી વધુ ગામના તળાવ ભરાશે

રજૂઆતના અન્ય મુદ્દા પણ જાણો
નર્મદા ડેમમાંથી ધરોઈ ડેમમાં નાંખવામાં આવતા પાણીની માત્રા વધે છે.  ધરોઈના જમણાકાંઠાની કેનાલની જેમ ડાબાકાંઠાની કેનાલમાં પાણી મળે છે.  ગુહાઈ ડેમને નર્મદાના પાઈપલાઈનથી ઓછામાં ઓછુ 60 ક્યુસેક પાણી મળે છે. ગુહાઈ ડેમથી વધુ પાણી મળશે તો પૂર્વ વિસ્તારના 11થી વધુ ગામના તળાવ ભરાશે. ધરોઈ ડેમનું પાણી ઉદવહન સિંચાઈથી પાડિયોલ ગામના સંપમાં નાંખવામાં આવે. સંપ મારફતે પાણી જશે તો વેકરી નદી ફરી જીવંત થશે. વેકરી નદીનું પાણી ગુહાઈ ડેમ સુધી લઈ જવામાં આવે. વણજ ડેમ ભરેલો રહે તે માટે વધુ અભ્યાસ કરવામાં આવે છે.  વણજ ડેમમાં વધુ પાણીથી ગામના તળાવો ભરવામાં આવે છે.  તળાવો ભરાશે તો વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરના ગામોને પાણી મળે છે.  

  • સઈ અને સાબરમતી નદીનું પાણી ગુજરાત વહી જતું અટકાવવું
  • વરસાદની સિઝનમાં બંને નદીનું પાણી વહીને ગુજરાત જતું રહે છે
  • પાણી વહી જવાથી કોટડાના અનેક વિસ્તારને પાણી નથી મળતું
  • સરકાર 2500 કરોડથી વધુ રકમ ખર્ચીને બે બંધનું નિર્માણ કરી રહી છે

રાજસ્થાન સરકારનો ડેમ બાંધવાનો તર્ક શું?
સઈ અને સાબરમતી નદીનું પાણી ગુજરાત વહી જતું અટકાવવું. ત્યારે વરસાદની સિઝનમાં બંને નદીનું પાણી વહીને ગુજરાત જતું રહે છે.  પાણી વહી જવાથી કોટડાના અનેક વિસ્તારને પાણી મળતું નથી. સરકાર 2500 કરોડથી વધુ રકમ ખર્ચીને બે બંધનું નિર્માણ કરી રહી છે. બંધનું પાણી સિરોહી અને પાલી જિલ્લા સુધી પહોંચાડાશે. બંધના નિર્માણ બાદ પાલીના જવાઈ બંધ સુધી પાણી પહોંચશે. ઉદયપુર, પાલી અને સિરોહીના 600 જેટલા ગામને ફાયદો થશે. 600થી વધુ ગામને પીવાલાયક પાણીની આપૂર્તિ થશે. અશોક ગેહલોતે થોડા મહિના અગાઉ કહ્યું હતું કે રાજસ્થાનનું પાણી ગુજરાત નહીં જાય. 

ધરોઈ ડેમથી ક્યા જિલ્લાને મળે છે પાણી?

  • મહેસાણા
  • સાબરકાંઠા
  • પાટણ
  • બનાસકાંઠા
    • ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોનો વિરોધ
    • રાજસ્થાનમા બંધ બાંધવામાં આવે તો ધરોઈ ડેમમાં પાણી આવતું અટકે
    • ધરોઈ ડેમ ખાલી રહે તો ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિને અસર પહોંચે
    • રાજસ્થાન સરકારે ગુજરાત સાથે 1971માં કરેલા કરારનો ભંગ કર્યાનો પણ આરોપ 

બંધ સામે વિરોધ શું છે?
ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોનો વિરોધ છે.  રાજસ્થાનમા બંધ બાંધવામાં આવે તો ધરોઈ ડેમમાં પાણી આવતું અટકે. જેથી ધરોઈ ડેમ ખાલી રહે તો ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિને અસર પહોંચે. રાજસ્થાન સરકારે ગુજરાત સાથે 1971માં કરેલા કરારનો ભંગ કર્યાનો પણ આરોપ છે.  રાજસ્થાન સરહદે આવેલા જિલ્લાના આદિવાસીઓ પણ વિરોધ કરી રહ્યા છે. આદિવાસીઓને બંધને કારણે વ્યાપક નુકસાન જતું હોવાનો મત છે.  આદિવાસીઓ કહે છે કે અમારી જમીન છોડીને અમારે ક્યાં જવું? 

  • આ કરાર ગુજરાત અને રાજસ્થાન સરકાર વચ્ચે થયો હતો
  • ધરોઈ ડેમની આસપાસના 300 માઈલના વિસ્તારમાં બંધ નિર્માણની મનાઈ હતી
  • રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બુજાનાકા અને ચકસાંઢમારિયામાં બનાવી રહી છે

1971નો કરાર શું હતો?
આ કરાર ગુજરાત અને રાજસ્થાન સરકાર વચ્ચે થયો હતો. ધરોઈ ડેમની આસપાસના 300 માઈલના વિસ્તારમાં બંધ નિર્માણની મનાઈ હતી. રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બુજાનાકા અને ચકસાંઢમારિયામાં બનાવી રહી છે. ધરોઈ ડેમથી આ અંતર 105 માઈલ જેટલું જ થાય છે. સ્થાનિકોનો મત છે કે સરકાર સાથે થયેલા કરારનો આ સદંતર ભંગ છે. રાજસ્થાન સરકાર કહે છે કે તેઓ કોઈ કરારનો ભંગ કરી રહ્યા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ