બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Due to heavy rains in the state, many local rivers have flooded

વરસાદી તોફાન / નદીઓએ ભયજનક સપાટી વટાવી, ગામડાઓ એલર્ટ, ગુજરાતમાં નદીઓએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ

Dinesh

Last Updated: 07:41 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર સ્થિર થઈ છે, વીજલપોર નગરપાલિકા પ્રમુખે લોકોને સાવચેત રહેવા અપીલ કરી

  • ગીર સોમનાથ જિલ્લાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
  • નવસારીમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર સ્થિર
  • સાબરકાંઠાના ઇડરમાં કુકડીયાની ગૌવાવ નદીમાં આવ્યા નવા નીર


રાજ્યમાં મેઘરાજા જોરદાર વરસી રહ્યાં છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રાજ્યની અનેક સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે તો ક્યાંક ચેકડેમો પણ ઓવરફ્લો પણ થયા છે.  ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના સ્થળોઓ પર ભારે મેઘસવારી જોવા મળી રહી છે. 

માન નદી બે કાંઠે 
વલસાડના ધરમપુરમાં મેઘમહેર જોવા મળી રહી છે, ધરમપુરના ઉપરવાસમાં વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહતી થઈ છે. કરંજવેરી ગામ પાસે આવેલ માન નદી બે કાંઠે વહેતી થઈ છે. જેમાં સ્થાનિકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળી રહ્યાં છે.  ભારે વરસાદને લઈને નદીઓમાં સતત પાણીની આવક થઈ છે.  

પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર સ્થિર
નવસારીમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર સ્થિર થઈ છે. વીજલપોર નગરપાલિકા પ્રમુખે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ જળસપાટીમાં વધારો થયો છે.  પાણીની આવક સ્થિર થતા વહીવટી તંત્રએ રાહત થઈ છે. 

કુકડીયાની ગૌવાવ નદીમાં નવા નીર
સાબરકાંઠાના ઇડર પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે.  કુકડીયાની ગૌવાવ નદીમાં નવા નીર આવ્યા છે. સીઝનના પહેલા વરસાદે નદી બે કાઠે વહેતી થઈ છે. 

સોમત નદીમાં નવા નીરની આવક
ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સોમત નદીમાં નવા નીરની આવક થઈ છે જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે જિલ્લાના ડેમ છલકાય તેવી શક્યતાઓ છે. 

ઘરોમાં નદીનું પાણી ઘૂસ્યું
સુરતના તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે તેમજ બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું છે. તલાવડી, નૂરનગર, ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે. 50થી વધુ ઘરોમાં નદીનું પાણી ઘૂસ્યું છે. 

દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
ગીર સોમનાથ જિલ્લાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. સતત ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો છે જેને લઈ દ્રોણેશ્વર અને ગામોને જોડતા બ્રિજ પર પાણી ભરાયા છે. ભારે વરસાદને લઈ મચ્છુન્દ્રી નદી બે કાંઠે થઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ