Trains Cancelled : ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણીના ખતરાને લઈ રેલવે વિભાગ પ્રભાવિત થયો છે, રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક ટ્રેનો રદ કરાઈ છે
ભારે વરસાદના પગલે રેલ્વે ટ્રેન પ્રભાવિત
વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેન કરાઈ રદ
ભરૂચ - અંકલેશ્વરમાં વરસાદથી 13 ટ્રેનો રદ
રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાંઠા વિસ્તારના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરવાની પણ ફરજ પડી છે.
વડનગર-વલસાડ એક્સપ્રેસ ટ્રેન રદ
તારીખ 18 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
પાણીના ખતરાથી ટ્રેનો પ્રભાવિત
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 502 નંબરના પુલ પર પાણી ખતરાને લઈ રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો રિસિડ્યુલ કરવામાં આવી છે. તેમજ ધીમેથી અને સાવધાનીથી ચલાવવામાં આવી રહી છે
ફાઈલ તસવીર
ભરૂચ - અંકલેશ્વરમાં વરસાદથી ટ્રેનો રદ, 13 ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ
ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
મુંબઈ તરફ જતી અન્ય ટ્રેન બપોર બાદ થઈ શકે છે શરુઆત
અમદાવાદમાં યાત્રિઓ અટવાયા
વરસાદના કારણે અનેક ટ્રેનો રદ કરાઇ છે. મુંબઇ-ભરૂચના મુસાફરો અમદાવાદમાં અટવાયા છે. અત્રે જણાવીએ કે, ગઇકાલ રાતની ટ્રેન હજુ ન આવતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રસંગ માટે આવેલો 30 લોકોનો પરિવાર પણ અમદાવાદમાં ફસાયો છે. જે યાત્રિઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ પણ કરવામાં આવી રહી છે.