બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Due to heavy rain in Lucknow, IAS officer reached to take stock of the situation

લખનઉ / ઘૂંટણભેર પાણીમાં ઉતર્યા મહિલા IAS ઓફિસર, ભારે વરસાદનાં કારણે સ્થિતિનો તાગ મેળવવા પોતે આવ્યા મેદાનમાં

Priyakant

Last Updated: 03:42 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌના મહિલા કમિશ્નર રોશન જેકબ જ્યારે લોકો જાગ્યા પણ ન હતા, ત્યારે પાણીથી ભરેલા રસ્તા પર જાતે જ પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા

  • લખનઉમાં ભારે વરસાદને કારણે સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા IAS ઓફિસર
  • ઘૂંટણભેર પાણીમાં ઉતર્યા મહિલા IAS ઓફિસર, વિડીયો થયો વાયરલ 
  • વીડિયો સામે આવ્યા બાદ માત્ર લખનઉમાં જ નહીં પરંતુ દેશમાં તેમના કામની પ્રશંસા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લખનઉમાં ભારે વરસાદ વચ્ચે એવી તસવીરો સામે આવી રહી છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ દરમ્યાન એક એવી તસવીર સામે આવી છે કે, લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. લખનૌના કમિશ્નર રોશન જેકબ જ્યારે લોકો જાગ્યા પણ ન હતા, ત્યારે પાણીથી ભરેલા રસ્તા પર જાતે જ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા હતા. તેઓ રાજધાનીની શેરીઓમાં ગયા જ્યાં કોઈ જવા માંગતું નથી. એવું નથી કે તેમની પાછળ અન્ય કર્મચારીઓનો મેળાવડો છે. તે ઘૂંટણિયે પાણીમાં પોતાની જાતને સંભાળતી વખતે પરિસ્થિતિનો હિસાબ લઈ રહી હતી.

લખનૌના કમિશ્નર રોશન જેકબે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી રહી છે.  જેથી બને તેટલું જલ્દી પાણીનો નિકાલ થાય અને લોકોને જલ્દી રાહત મળે. આજના સમયમાં જ્યાં ઘણા IAS ઓફિસરો તેમની ઓફિસની બહાર જવાનું પસંદ કરતા નથી, ત્યારે આવી ઘણી તસવીરો પણ સામે આવી છે જ્યારે અન્ય કર્મચારીઓ ઓફિસરના જૂતા પકડીને જોવા મળ્યા હતા. આવા સમયે લખનૌના કમિશનર રોશન જેકબે બધાના દિલ જીતી લીધા.

મહત્વનું છે કે, કમિશ્નર રોશન જેકબે રાજધાની લખનૌમાં જાનકીપુરમ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, રિવરફ્રન્ટ કોલોનીમાં પાણી ભરાયેલા રસ્તા પર જઈને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે 3 વાગ્યે પરિસ્થિતિનો હિસાબ લેવા માટે પરોઢ પહેલાં નીકળી ગયા હતા. આ પહેલીવાર નથી કે રોશન જેકબે પોતે આગેવાની લીધી હોય. કોરોનાના સમયમાં પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. શુક્રવારે જ્યારે તેમનો વીડિયો સામે આવ્યા બાદ માત્ર લખનઉમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના કામની પ્રશંસા થઈ રહી છે.

કમિશ્નર રોશન જેકબ કેરળના છે અને તે 2014-15માં કાનપુરની ડીએમ પણ રહી ચૂક્યા છે.  કાનપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હતા ત્યારે તેમણે તેમની દેખરેખ હેઠળ ઝુંબેશ શરૂ કરી હતી. તેમનો પ્રયાસ હતો કે, નાગરિક સુવિધાઓ સંબંધિત લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. તેમને મહિલા માઇનિંગ જેવા વિભાગની જવાબદારી મળી, તે યુપીની પ્રથમ મહિલા IAS અધિકારી હતી જે મહિલા માઇનિંગની નિયામક બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ