બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Due to dense fog, more than 13 thousand deaths in road accidents in the country in 1 year

રિપોર્ટ / ગાઢ ધુમ્મસના લીધે દેશમાં 1 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 13 હજારથી વધુ મોત, 6 શહેરો માત્ર UPના

Priyakant

Last Updated: 09:41 AM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે 'ભારતમાં માર્ગ અકસ્માતો' શીર્ષક હેઠળનો તાજેતરનો એક અહેવાલ પ્રકાશિત કર્યો

  • દેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતને લઈ ચોંકાવનારો રિપોર્ટ 
  • 2021માં જ દેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 13,372 લોકોએ જીવ ગુમાવ્યો 
  • 2021માં આ અકસ્માતોમાં 25,360 લોકો ઘાયલ થયા
  • UPમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 3782 લોકોના મોત 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે 'ભારતમાં માર્ગ અકસ્માતો' શીર્ષક હેઠળનો તાજેતરનો એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જોકે આ અહેવાલમાં જણાવ્યું છે કે, 2021માં જ દેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 13,372 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એટલું જ નહીં આ અકસ્માતોમાં 25,360 લોકો ઘાયલ પણ થયા છે. તો વળી તેમાંથી અડધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શિયાળાની ઋતુમાં ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસ સામાન્ય છે, પરંતુ આ ધુમ્મસ હજારો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. હકીકતમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયના એક અહેવાલ મુજબ, 2021 માં જ, દેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 13,372 લોકોએ જીવ ગુમાવ્યો  હોવાનું સામે આવ્યું છે. ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થાય છે.

UPમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 3782 લોકોના મોત 
એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં ઉત્તર પ્રદેશમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં 3782 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશ પછી બિહાર (1800), મધ્યપ્રદેશ (1233)એ સૌથી વધુ જીવ ગુમાવ્યા. નોંધનીય છે કે, ધુમ્મસના કારણે ગોવા, આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં એક પણ માર્ગ અકસ્માત નોંધાયો નથી.

ભારતમાં માર્ગ અકસ્માતો અહેવાલમાં શું ? 
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે 'ભારતમાં માર્ગ અકસ્માતો' શીર્ષક હેઠળનો તાજેતરનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ટોચના 6 શહેરો ઉત્તર પ્રદેશના છે. કાનપુર (173), આગ્રા (108), પ્રયાગરાજ (97), ગાઝિયાબાદ (91) અને લખનૌ (67), વારાણસી (56)ના નામ મોખરે છે. બિહારની રાજધાની પટનામાં ધુમ્મસના કારણે વર્ષ 2021 દરમિયાન માર્ગ અકસ્માતમાં 56 લોકોના મોત થયા હતા. 

અકસ્માતો અંગે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર
મહતવનું છે કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા અકસ્માતો અંગે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. દેશમાં જે રીતે હાઈવે અને રોડનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે, એવા કેટલાક પગલાં લેવાની જરૂર છે જેથી કરીને લોકો માર્ગ અકસ્માત ગ્રસ્ત વિસ્તારોને ટાળો અને સતર્ક રહો. 

નોંધનીય છે કે દેશમાં દર વર્ષે લગભગ 4.5 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખ લોકોના મોત થાય છે. આમાંથી લગભગ 9 ટકા મૃત્યુ ધુમ્મસ સંબંધિત અકસ્માતોને કારણે થાય છે. ધુમ્મસ ઉપરાંત, દેશમાં વરસાદની મોસમમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ