બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drunk BJP leader harassed woman selling Panipuri in Surat

કાર્યવાહી / દારૂના નશામાં ટલ્લી થઈને ભાજપ નેતાએ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાને કરી હેરાન-પરેશાન, પોલીસ કાર્યવાહી બાદ જામીન પર મુક્ત

Priyakant

Last Updated: 12:13 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drunk BJP leader In Surat News: ગાંધીના ગુજરાતમાં ભાજપ નેતા પોલીસની તપાસ દરમિયાન જ નશામાં જોવા મળ્યા, પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી સામે ગુનો દાખલ કર્યો

  • બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ દારૂના નશામાં ઝડપાયા
  • ભાજપ નેતાએ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાને કરી હેરાન-પરેશાન
  • પોલીસે અટકાયત કરી તપાસ કરતાં દારૂના નશામાં જોવા મળ્યા

Drunk BJP leader In Surat : સુરતના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાઓને હેરાન-પરેશાન કરતાં હતા. જેથી મહિલાએ આ અંગે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં પોલીસ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષની અટકાયત કરી તપાસ શરૂ કરતાં આ દરમિયાન તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નશામાં જણાઈ આવ્યા હતા. જેને લઈ હવે ખુદ પોલીસ પણ ફરિયાદી બની તેમની સામે ગુનો દાખલ કર્યો છે. જોકે મહત્ત્વનું છે કે, અટકાયત બાદ હાલ આ ભાજપ કોષાધ્યક્ષ જામીન પર મુક્ત થયા છે. 

બારડોલી પોલીસ સ્ટેશન​​​​​​

ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓની દાદાગીરી અને નેતા કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ નશામાં હોવાનું સામે આવી ચૂક્યું છે. આવી જ એક ઘટના હવે સુરતથી સામે આવી છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ દારૂના નશામાં ઝડપાયા છે. બારડોલી ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ પર પાણીપુરી વેંચતી મહિલાએ હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદમાં આ મહિલાએ ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. 

બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ (File Photo)

પોલીસ તપાસ દરમિયાન જ નશામાં મળ્યા ભાજપ નેતા 
બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ સામે આરોપો સાથેની ફરિયાદ બાદ બારડોલી પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ગાંધીના ગુજરાતમાં આ ભાજપ નેતા પોલીસની તપાસ દરમિયાન જ નશામાં જોવા મળ્યા હતા. જેથી બારડોલી પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. નોંધનીય છે કે, અટકાયત બાદ ડૉ કૌશલ પટેલ જામીન ઉપર મુક્ત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ