બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Drugs worth 48 lakhs seized from Ahmedabad: Mega operation of cybercrime-customs department

મોટી સફળતા / અમદાવાદમાંથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ: સાયબર ક્રાઇમ-કસ્ટમ વિભાગનું મેગા ઓપરેશન, પુસ્તકોમાં છૂપાઇને લવાયું

Malay

Last Updated: 10:29 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યમાં ડ્રગ્સનું ખતરનાક હદે સ્મગલિંગ અને વેચાણ, અમદાવાદમાંથી ઓનલાઇન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ.

  • અમદાવાદમાં ફરીથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ
  • કોકિન અને કેનાબીસ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન 
  • ઝડપાયેલા ડ્રગ્સને લઈને શરૂ કરાઇ તપાસ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે તેને રોકવું હવે લગભગ શક્ય નથી. રોજ ‌બિલાડીના ટોપની જેમ પેડલર્સ વધી રહ્યા છે, જેમનો ટાર્ગેટ રાતોરાત રૂપિયા કમાવવાનો છે. ક્રાઇમ બ્રાંચે, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે મહેનત કરે છે, પરંતુ આ ધંધો એટલી હદે ફેલાઇ ગયો છે કે તે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે અમદાવાદમાંથી ફરી 48 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ સહિત સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયું છે. 

અમદાવાદમાં ફરીવાર મોટા પ્રમાણમાં ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, ક્રાઇમ બ્રાન્ચે  કરી એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch arrested one accused with  drugs worth rs. 18 lakhs

આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પેડલરો પુસ્તકોના પાના કૉકેઇનમાં પલાડી નશાકારક બનાવી પુસ્તકો ઈન્ટરનેશનલ કુરિયર મારફતે મંગાવવામાં આવતા હતા, કૉકેઇન યુક્ત પુસ્તકોના પાના કાપીને ઉપયોગમાં લેવાતા હોવાનો ખુલાસો થયો છે. 

ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવતું હતું પેમેન્ટ 
આ ઉપરાંત ડાર્ક વેબનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કુરિયરોથી ડ્રગ્સની ડિલિવરી થતી હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકોને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉનમાંથી પકડવામાં આવ્યા છે. ગોડાઉનમાંથી ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં પુસ્તકો જપ્ત કર્યા છે. ડાર્ક વેબ મારફતે ડ્રગ્સ મંગાવીને તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે.  ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ ખરીદનારાઓને ટ્રેસ કરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતાં પોલીસ પણ હચમચી ગઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ, સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, હવે સાબરકાંઠામાંથી ઝડપાઇ ડ્રગ્સની  ખેપ,કિંમત જાણી ચોંકી જશો | The chain of finding drugs in Gujarat is the  same, now the ...

કચ્છમાંથી ઝડપાયું હતું 80 કિલોથી વધુનું ડ્રગ્સ 
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું.  

ટીમે ડ્રગ્સ સામે કરી પ્રશંસનીય કાર્યવાહી 
આ મામલે  આઈજીપી બોર્ડર રેન્જ IPS જે.આર. મોથાલિયા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી હંમેશા જારી રહી છે અને તે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. પૂર્વ કચ્છ એસપી સાગર અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી છે અને ડ્રગ્સ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ