બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drugs worth 350 crores seized from the sea border of Kutch

BIG BREAKING / ATS-કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન: કચ્છની દરિયાઇ સીમા પાસેથી ઝડપાયું 350 કરોડનું ડ્રગ્સ, 6 લોકોને દબોચ્યાં

Dhruv

Last Updated: 12:23 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત કચ્છમાં ભારતીય સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે.

  • કચ્છમાં ભારતીય સીમા પાસેથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
  • ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન
  • 350 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અલ સાકરને ઝડપી પાડી

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા કચ્છમાં ભારતીય દરિયાઇ સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. IMBL નજીક 6 શખ્સોને 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સાથે મળીને રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ 'અલ સાકર'ને ઝડપી પાડી છે. બાદમાં આ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ તપાસ માટે તેમને બોટ સાથે જખૌ લવાયા.

જામનગરમાંથી પણ ઝડપાયું હતું કરોડોનું MD ડ્રગ્સ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ જામનગરમાં પણ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરથી નેવી ઈન્ટેલિજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. નેવી ઈન્ટેલિજન્સે બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 6 કરોડ રૂપિયા ગણાવવામાં આવી હતી.

સુરતમાંથી પણ ઝડપાયો હતો ડ્રગ્સનો મોટો જથ્થો

આ સિવાય થોડાક દિવસો અગાઉ સુરતમાંથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સુરત શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી 1.6 કરોડના ડ્રગ્સ સાથે એક રાજસ્થાની યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સારોલી પોલીસને બાતમી મળતા ટીમે નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, આ દરમિયાન એક શંકાસ્પદ યુવકને અટકાવીને તેની બેગ તપાસવામાં આવી હતી. જેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. શરૂઆતમાં આ યુવકે આ સફેદ પાવડરને ફટકડી ગણાવી હતી. જોકે, બાદમાં એફએસએલ રિપોર્ટમાં તે MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.

તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 40 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું

તદુપરાંત થોડાક સમય પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન દ્વારા ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. 

અમે ડ્રગ્સનું નેટવર્ક તોડતા રહીશું: હર્ષ સંઘવી

તાજેતરમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે, 'ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ