બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Drug trafficking exposed in Ahmedabad

ક્રાઇમ / અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ: 11.43 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ, પોલીસથી બચવા આરોપી અજમાવતો આ પેંતરો

Malay

Last Updated: 01:08 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી ડ્રગ્સ ઝડપાયું છે. બરોડા એક્સપ્રેસ હાઇવે પર કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવક-યુવતીને SOGએ ઝડપી લીધા છે.

  • અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
  • યુવતી સહિત બે આરોપીની ધરપકડ 
  • કારમાંથી ડ્રગ્સ ઝડપાયું 16.120 ગ્રામ MD ડ્રગ્સ

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં SOGએ વધુ એક વખત બરોડા એક્સપ્રેસ હાઇવે નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 16.120 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક યુવતી સહિત 2 આરોપીઓની ધરપકડ કરી 11.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નશાની હેરાફેરી કરતા કોણ છે આ આરોપી. જોઈએ આ અહેવાલમાં...

ડ્રગ્સની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ 
SOGના ACP બી.સી સોલંકીએ જણાવ્યું કે, SOGને બાતમી મળતા અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે. ફિર્દોષ મન્સૂરી નામની યુવતી અને આશિષ પરમાર 16.120 ગ્રામ ડ્રગ્સની ડિલિવરી આપવા વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. જોકે, ડિલિવરી આપે તે પહેલાં જ SOGએ આરોપીઓની ધરપકડ કરી છે.

યુવક-યુવતીની વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ધરપકડ
તેમણે જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો સાગર સુથાર નામના આરોપી પાસેથી લાવવામાં આવ્યો હતો. પોલીસને જાણ થાય નહીં એટલા માટે યુવતીને સાથે રાખવામાં આવી હતી. SOGએ બંન્ને આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

SOGએ વધુ તપાસ હાથ ધરી
બી.સી સોલંકીએ  જણાવ્યું કે, આરોપીઓ અમદાવાદમાં કોને ડિલિવરી આપવાના હતા, તે બાબતે SOGએ તપાસ હાથ ધરી છે. જ્યારે બરોડાથી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તે અંગે બરોડા SOGને જાણ કરવામાં આવી છે. હાલમાં SOGએ ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સની ડિલિવરી લેનાર બંનેની શોધખોળ શરૂ કરી છે..

24 જાન્યુઆરીએ સારંગપુરમાંથી કરાઈ હતી પેડલરની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 24 જાન્યુઆરીએ SOGની ટીમે MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ કરી હતી. SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી હતી. જે નશાનો વેપાર કરતા ઝડપાઇ ગયો હતો. સારંગપુર પાણીની ટાંકી પાસે બાતમીના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ