બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Droupadi Murmu oath Ceremony as 15th President Of India

દિલ્હી / દ્રૌપદી મુર્મુ આજે દેશના નવા રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, અપાશે 21 તોપોની સલામી, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

Dhruv

Last Updated: 07:49 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ રોજ દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સવારના 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે.

  • દેશના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આજે શપથગ્રહણ સમારોહ
  • 10.15 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ કરશે
  • દ્રૌપદી મુર્મુને 21 તોપોની સલામી આપવામાં આવશે

આજના આ શપથગ્રહણ સમારોહમાં  મુખ્ય ન્યાયાધીશ એન.વી. રામન તેઓને શપથ લેવડાવશે. આ સાથે તેઓને 21 તોપોની સલામી આપવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધન કરશે.

જુઓ આજનો સંપૂર્ણ કાર્યક્રમ

  • સવારના 9.25 વાગ્યે - દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. (રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા પછી, નવનિયુક્ત રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે)
  • સવારે 9.50 વાગ્યે - દ્રૌપદી મુર્મુ અને રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન તરફ કાફલામાં સાથે રવાના થશે.
  • 10:03 - કાફલો સંસદના ગેટ નંબર 5 પર સંસદ ભવન પહોંચશે, ગેટ નંબર 5 પર ઉતરશે, બંને ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય સાથે સેન્ટ્રલ હોલ માટે રવાના થશે.
  • 10:10 - સેન્ટ્રલ હોલમાં પહોંચશે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવશે
  • 10:15 - શપથગ્રહણ સમારોહ
  • 10:20 - નવા રાષ્ટ્રપતિનું ભાષણ
  • 10:45 - રાષ્ટ્રપતિ ભવન ખાતે સંસદથી રવાના થશે
  • 10:50 - રાષ્ટ્રપતિ ભવન ફોરકોર્ટ ખાતે હેડિંગ ઓવર સેરેમની
  • 11:00 -  નિવર્તમાન રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય

રાષ્ટ્રપતિ મુર્મુને અપાશે 'ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર'

વધુમાં જણાવી દઇએ કે, સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહના સમાપન પર રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રપતિ ભવન' માટે રવાના થશે જ્યાં તેઓને 'ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે. આ સાથે વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિનું સૌજન્ય સન્માન કરવામાં આવશે.

જુઓ કોણ-કોણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે?

આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, PM નરેન્દ્ર મોદી, અમિત શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ સહિતના અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે. તેમજ સંસદ અને સરકારના વડાઓ અને લશ્કરી અધિકારીઓ પણ હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ