બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / drone explodes near vessel in bab al mandab strait crew reported safe uk maritime ntc

હુમલો / 24 જ કલાકમાં બીજા જહાજ પર ડ્રોન ઍટેક: ભારત બાદ હવે યમન પાસે જહાજ પર હુમલો, માંડ-માંડ બચ્યા ક્રૂ મેમ્બર્સ

Dinesh

Last Updated: 09:47 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drone attack: યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશનર અનુસાર જહાજને યમનના સલિફ બંદરથી લગભગ 45 નોટિકલ માઇલ દક્ષિણ-પશ્ચિમમાં બાબ અલ-મંડબ સ્ટ્રેટની નજીક નિશાન બનાવવામાં આવ્યું છે

  • યમન નજીક વધુ એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું
  • જહાજની નજીક એરિયલ વ્હીકલનો જોરદાર વિસ્ફોટ થયો હતો
  • જહાજને કોઈ નુકસાન થયું નથી અને તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે


અરબ સાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલાનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યા તો યમન નજીક વધુ એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશનર અનુસાર જહાજને યમનના સલિફ બંદરથી લગભગ 45 નોટિકલ માઇલ દક્ષિણ-પશ્ચિમમાં બાબ અલ-મંડબ સ્ટ્રેટની નજીક નિશાન બનાવવામાં આવ્યું છે. UKMTO અનુસાર લાલ સમુદ્રમાં આગળ વધી રહેલા જહાજની નજીક એરિયલ વ્હીકલનો જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે એજન્સીનો દાવો છે કે જહાજને કોઈ નુકસાન થયું નથી અને તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. UKMTOના અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સમુદ્રી જહાજના કિનારે 'લટકીને' 3200 કિમી દૂર આવી ગયા 3 શખ્સ, 11 દિવસે જે  થયું તે જાણી ચોંકી જશો | 3 people hang from the shore of a sea ship and come

સાવચેત રહેવા સલાહ અપાઈ હતી
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે આ જહાજ ક્યાંથી આવી રહ્યું હતું અને કઈ દિશામાં જઈ રહ્યું હતું. આ સિવાય આ જહાજ કયા દેશનું છે તે અંગે કોઈ માહિતી મળી નથી. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુકેએમટીઓએ પહેલેથી જ જહાજના ક્રૂ મેમ્બર્સને યમન નજીકથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

શા માટે જાહજો નિશાના પર છે ? 
તમને જણાવી દઈએ કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન દરિયાઈ જહાજો પર હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. યમનના હુથી વિદ્રોહીઓ અહીંથી પસાર થતા જહાજોને પણ નિશાન બનાવી રહ્યા છે. જો તેમને ઈઝરાયેલ જઈ રહેલા કોઈ જહાજ વિશે કે ઈઝરાયેલ સાથે સંબંધિત હોવાની માહિતી મળે તો તેઓ તેને નિશાન બનાવે છે. હુથી બળવાખોરોની સાથે ઈરાન તરફી અને પેલેસ્ટાઈન જૂથો માને છે કે દરિયાઈ જહાજોને નિશાન બનાવવાથી ઈઝરાયેલના વ્યવસાય પર સીધી અસર પડશે. સાઉદી અરેબિયાથી મેંગલોર આવી રહ્યો હતો આ પહેલા 23 ડિસેમ્બરે અરબ સાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલાની માહિતી સામે આવી હતી. આ હુમલાને કારણે જહાજમાં આગ લાગી હતી અને તેની સાથે માલવાહક જહાજની વીજળી પણ ખોરવાઈ ગઈ હતી. આ જહાજ અરબી સમુદ્રમાં કાર્ગો લઈને ભારત તરફ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન ઈઝરાયેલના જહાજ પર અરબી સમુદ્રમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં કરવામાં આવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ