બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 08:13 AM, 25 November 2023
ADVERTISEMENT
જે લોકો હાર્ટ અને પેટની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે, તે લોકોએ શિયાળામાં વધુ પાણીનું સેવન ના કરવું જોઈએ. ગરમીની સરખામણીએ શિયાળામાં હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. શિયાળામાં વધુ પાણી પીવું તે ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોના મહામારી પછી સમગ્ર દુનિયામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. શિયાળામાં હાર્ટને બ્લડ પંપ કરવા વધુ મહેનત કરવી પડે છે. શિયાળામાં શરીરની નસો સંકોચાવા લાગે છે. આ કારણોસર શરીરમાં ગરમી આવે તે માટે હાર્ટે ઝડપથી પંપ કરવું પડે છે, જેના કારણે હાર્ટના દર્દીઓની પરેશાની વધી જાય છે. શિયાળામાં વધુ પાણી પીવાને કારણે તકલીફ થઈ શકે છે.
વધુ પાણી પીવું તે નુકસાનકારક
કોરોના મહામારી હાર્ટ એટેક આવવાના કેસ વધી ગયા છે. શિયાળામાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી જાય છે. આ કારણોસર શિયાળામાં વધુ પાણી ના પીવુ જોઈએ.
ADVERTISEMENT
હાર્ટ માટે ખતરનાક
શિયાળામાં ઘણા લોકો ઉઠતાવેંત 3-4 ગ્લાસ પાણી પીવે છે. હાર્ટ એટેક દર્દી આ પ્રકારે કરે તો વધુ નુકસાન થઈ શકે છે. બ્લડ શુગર લેવલ ઓછુ થઈ શકે છે. શરીરની ઓટોમેટીક નર્વસ સિસ્ટમ તેને નોર્મલ કરવાનું કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્ત વધુ માત્રામાં લિક્વિડ ડાયટનું સેવ કરે તો હાર્ટે પંપિંગ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
ભૂખ્યા પેટે પાણીનું સેવન ના કરવું
હાર્ટના દર્દીઓએ ભૂખ્યા પેટે પાણીનું સેવન ના કરવું જોઈએ, નહીંતર હેલ્થ પર ખરાબ અસર થઈ શકે છે. ઠંડુ પાણી પીવાને કારણે નસ એકદમ કડક થઈ જાય છે. જેના કારણે શરીરમાં બ્લડ સપ્લાય કરવા માટે હાર્ટે ખૂબ જ મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ભૂખ્યા પેટે હુંફાળું પાણી પીવું જોઈએ, ઠંડુ પાણી પીવાને કારણે હાર્ટની નસ સંકોચાઈ જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.