બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking 1 teaspoon of ghee mixed with warm water will cure this stomach ailment within a week doctors and health experts in winter meals

તમારા કામનું / વહેલી સવારે હૂંફાળા પાણીમાં એક ચમચી ઘી નાંખીને પી જાઓ: એક અઠવાડિયામાં ગાયબ થઈ જશે તમામ બીમારી, ત્વચા કરશે ગ્લો

Pravin Joshi

Last Updated: 12:54 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે 1 ચમચી દેશી ઘી તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. આટલું જ નહીં, હુંફાળા પાણીમાં ઘી ભેળવીને પીવાથી માત્ર સ્થૂળતા જ ઓછી નથી થતી પણ પેટ સાફ રહે છે, એટલે કે કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

  • શિયાળામાં ભોજનમાં ઘીનો ઉપયોગ કરવો જોઈએ
  • 1 ચમચી દેશી ઘી તમને ઘણી બીમારીઓથી દૂર રાખે
  • હુંફાળા પાણીમાં ઘી ભેળવીને પીવાથી પેટ સાફ રહે 

ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં તમારા ભોજનમાં વધુને વધુ ઘીનો ઉપયોગ કરવો જોઈએ. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે 1 ચમચી દેશી ઘી તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. આટલું જ નહીં, હુંફાળા પાણીમાં ઘી ભેળવીને પીવાથી માત્ર સ્થૂળતા જ ઓછી નથી થતી પણ પેટ સાફ રહે છે, એટલે કે કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. આ બધા સિવાય તે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા મોસમી રોગોથી પણ રાહત આપે છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે શિયાળામાં ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમે એ પણ જાણી શકશો કે તેને પીવાનો યોગ્ય સમય કયો છે?

ઘીમાં ચોપડેલી રોટલી ખાઓ છો? આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ દેશી ઘી, ફાયદાની  જગ્યાએ નુકસાન નોતરશો | Do you want to eat Chopdeli Roti in Ghee? These  people should not

આજકાલ આધુનિક જીવનશૈલી આપણને આપણી જૂની વસ્તુઓથી દૂર લઈ જઈ રહી છે. હવે યુવા પેઢી ઘી ખાતી નથી કારણ કે તેઓ અડધાથી વધુ સમય ડાયટ પર હોય છે અથવા તો તેમને લાગે છે કે જો તેઓ ઘી ખાશે તો તેઓ જાડા થઈ જશે. હવે સવાલ એ થાય છે કે ઘીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ કે નહીં? મોટાભાગના લોકોને લાગે છે કે ઘી ખાવાથી તેઓ જાડા થઈ જશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એક મોટી મિથ છે. ઘી ખાવાથી તમે બિલકુલ જાડા નહીં થાવ. જો વધુ પડતું ઘી વજન વધારે છે તો તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. જો તમારે ઘીનો પૂરો લાભ લેવો હોય તો તમારે તેનો ઉપયોગ કરવાની રીત બદલવી પડશે. જો તમે ઘીનો પૂરેપૂરો લાભ મેળવવા ઈચ્છો છો તો તેનો ઉપયોગ નવશેકા પાણી સાથે કરો.

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી? જાણો કયું છે વધારે  ફાયદાકારક | cow milk ghee or buffalo milk ghee which is more beneficial

ઘી ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો

સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા એક ગ્લાસ નવશેકું પાણી લો, તેમાં એક ચમચી દેશી ઘી નાખીને પી લો. આને પીવાથી કબજિયાતમાં રાહત મળશે અને પાચનક્રિયા પણ સુધરે છે. એટલું જ નહીં, તમને ત્વચાની ચમકમાં પણ ફરક દેખાવા લાગશે.

હૂંફાળા પાણીમાં ઘી ભેળવીને પીવાથી ફાયદો થાય 

કબજિયાતની સમસ્યામાંથી રાહત

જે લોકો વારંવાર કબજિયાતથી પીડાય છે તેમણે દેશી ઘી ભેળવીને હુંફાળું પાણી ચોક્કસ પીવું જોઈએ. આનાથી મોટા અને નાના બંને આંતરડાની શુષ્કતા દૂર થાય છે અને પાચનમાં સુધારો થાય છે.

હેલ્ધી ડાયેટ ફોલો કર્યા બાદ પણ રહે છે કબજીયાત-અપચો? તો થઈ જાઓ સાવધાન, હોઈ  શકે છે આ ગંભીર બીમારી | Problems like constipation and indigestion occur  even after following a healthy diet

આંખો માટે ફાયદાકારક 

દેશી ઘી આંખો, ત્વચા, પેટ અને વાળ માટે ખૂબ જ સારું છે. તે ઠંડકનું કામ કરે છે. દેશી ઘીમાં ઓમેગા-3 હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. આંખની શુષ્કતા પણ ઘટાડે છે. તેથી હુંફાળું પાણી પીવું ફાયદાકારક છે.

Topic | VTV Gujarati

ત્વચા માટે સારું 

દેશી ઘી પીવાથી ત્વચા ચમકદાર બને છે. તમારી ત્વચાની શુષ્કતાને અંદરથી ઘટાડે છે. હુંફાળા પાણીમાં ઘી ભેળવીને પીવાથી આંતરડા અંદરથી સાફ થાય છે. સાથે જ શરીરમાં જમા થયેલ ટોક્સિન્સ બહાર આવે છે. જેના કારણે ત્વચામાં ચમક આવે છે.

Topic | VTV Gujarati

શરદી અને ઉધરસની સમસ્યામાંથી રાહત

રોજ ખાલી પેટે ઘી ભેળવીને નવશેકું પાણી પીવાથી શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યામાં રાહત મળે છે. દેશી ઘી અને ગરમ પાણી મળીને નાક, ગળા અને છાતીના ઈન્ફેક્શનને દૂર કરે છે. સાથે જ તે શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ