બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / dravid update on kl rahuls participation in asia cup

Asia Cup 2023 / 'KL રાહુલ હજુ સંપૂર્ણ ફિટ નહીં, તે હાલમાં...', એશિયા કપને લઇ હેડ કોચ દ્રવિડનું મોટું નિવેદન

Bijal Vyas

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેએલ રાહુલ NCA (નેશનલ ક્રિકેટ એકેડમી) સાથે બેંગલુરુમાં રહેશે અને ગ્રુપ સ્ટેજ સામે નહીં રમે.

  • ભારત પ્રથમ મેચ પાકિસ્તાન સામે અને બીજી મેચ નેપાળ સામે રમાશે
  • હાલ રાહુલ ટીમ સાથે પ્રવાસ નહીં કરે.
  • એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં પાકિસ્તાન સામે રમાશે.

Asia Cup 2023: ભારતનો વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજની મેચોમાં ભાગ લેશે નહીં. જેમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચનો સમાવેશ થાય છે. ભારત ગ્રુપ સ્ટેજમાં બે મેચ રમશે. પ્રથમ મેચ પાકિસ્તાન સામે અને બીજી મેચ નેપાળ સામે રમાશે.

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેએલ રાહુલ NCA (નેશનલ ક્રિકેટ એકેડમી) સાથે બેંગલુરુમાં રહેશે અને ગ્રુપ સ્ટેજ સામે નહીં રમે. એશિયા કપ સુપર-4 સ્ટેજ પહેલા 4 સપ્ટેમ્બરે ટીમમાં પરત ફરતા પહેલા તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે. એશિયા કપ માટે જાહેર કરાયેલી 17 સભ્યોની ટીમમાં રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Topic | VTV Gujarati

દ્રવિડએ કહ્યું- રાહુલ સારી પ્રોગ્રેસ કરે છે
દ્રવિડે કહ્યું કે, તેણે છેલ્લા એક સપ્તાહથી NCAમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. રાહુલમાં પ્રગતિ દેખાઈ રહી છે. અમે રાહુલને સંપૂર્ણ ફિટ થવા માટે વધુ સમય આપવા માંગીએ છીએ. રાહુલ એશિયા કપમાં ગ્રુપ સ્ટેજની મેચો માટે બહાર રહેશે. તે એનસીએમાં થોડા દિવસો જ વિતાવશે. અમે સુપર-4 સ્ટેજ પહેલા 4 સપ્ટેમ્બરે ફરી રાહુલનું મૂલ્યાંકન કરીશું. મને ખાતરી છે કે તે પુનરાગમન કરશે. હાલ રાહુલ ટીમ સાથે પ્રવાસ નહીં કરે.

મિડિલ ઓર્ડરમાં રાહુલ, પંત અને શ્રેયસ શરુથી તમારી પહેલી પસંદ
દ્રવિડે આગળ કહ્યું કે, એવું નથી, અમે અત્યારે નંબર 4 અને નંબર 5 શોધી રહ્યા છીએ. છેલ્લા 18 મહિનાથી અમારા માટે નંબર 4 અને નંબર 5 નક્કી કરવામાં આવ્યા હતા. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિષભ પંતને આ પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય ખેલાડીઓ 2 મહિનામાં જ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારી વાત એ છે કે અમારી પાસે અત્યારે 3 માંથી 2 ખેલાડીઓ ઉપલબ્ધ છે.

ચાલુ મેચે ઇજાગ્રસ્ત થયો લખનૌનો કેપ્ટન KL Rahul, સ્ટેન્ડ ઇન કેપ્ટન કૃણાલ  પંડ્યાએ આપી હેલ્થ અપડેટ | Lucknow captain KL Rahul injured in ongoing  match, stand-in captain Krunal Pandya ...

રાહુલ આટલા મહત્વનો કેમ છે?
રાહુલ વિકેટકીપિંગ કરે છે અને તે કોઈપણ પોઝિશન પર બેટિંગ કરવા સક્ષમ બેટ્સમેન છે. તેણે લાંબા સમયથી ટીમ માટે ઓપનિંગ કર્યું છે, પરંતુ હવે પસંદગીકારો તેને નંબર-5 પર ખવડાવવા માંગે છે અને તે કોઈપણ સ્થિતિમાં રમવાની ક્ષમતા રાખે છે.

એશિયા કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાનથી
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા 30મી ઓગસ્ટે બેંગલુરુથી કોલંબો જવા રવાના થઈ શકે છે. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં પાકિસ્તાન સામે રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ