બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / dragon fruit has tons of benefits, pregnant women must eat dragon fruit

તમારા કામનું / કબજિયાત ભાગશે, ઇન્ફેક્શનથી બચાવે, આવા તો શરીરના મોટા ભાગના રોગ આ એક ફળ ઉગતા ડામી દેશે, પેટ ભરીને ખાજો

Vaidehi

Last Updated: 07:55 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને ઈન્ફેક્શનથી રક્ષણ તો પ્રેગ્નન્ટ મહિલાઓને પૂરતાં પ્રમાણમાં પોષકતત્વો પૂરા પાડે છે. આ ફ્રૂટના ફાયદાઓ જાણશો તો દરરોજ ખાશો.

  • ડ્રેગન ફ્રૂટ શરીર માટે અત્યંત ફાયદાકારક
  • કબજિયાતથી લઈ અનેક સમસ્યાઓમાં મદદરૂપ
  • બાળકો અને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ફાયદાકારક

ડ્રેગન ફ્રૂટનો રંગ તેના તરફ આકર્ષતી સૌથી મજાની બાબત છે. તે કેકટસ ફેમિલીનું છે, માટે જ તેનાં આકાર-છાલ વગેરે અલગ હોય છે. ડ્રેગન ફ્રૂટમાં જે સૌથી કોમન પ્રકાર જોવા મળે છે તે તેની છાલ એકદમ ચમકદાર લાલ હોય છે અને તેના પર લીલાં ભીંગડાં હોય છે અને માટે જ તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય છે. ડ્રેગન ફ્રૂટને પણ ભારતમાં ઓછું અટેન્શન મળે છે અને તે બહુ વપરાશમાં પણ લેવાતું નથી, પરંતુ આ ફ્રૂટ પોષકતત્ત્વોથી ભરપૂર છે. આ ફળનો સ્વાદ કિવી કે પેર જેવો હોય છે 

ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા

  • ડ્રેગન ફ્રૂટમાં મોટા પ્રમાણમાં ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે અને તેની કેલરી એકદમ લૉ હોવાથી તે પોષણક્ષમ અને પાણીથી ભરપૂર ફળ કહી શકાય.
  • તેમાં રહેલ એન્ટિઑક્ટિડન્ટ્સ તમારા કોષને હાનિથી બચાવે છે, જેમાં બેટાલેનિન્સ, ફ્લેવોનોઇડ્ઝનો સમાવેશ થાય છે.
  • ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અટકાવે છે અને ફેટી લિવરની સ્થિતિ ઘટાડે છે. 
  • પ્રિબાયોટિક ફાઇબર હોવાથી તે સારા બેક્ટેરિયાનો વિકાસ કરવામાં મદદ કરે છે અને ચયાપચયની ક્ષમતા વધે છે.
  • તેમાં વિટામિન-સી હોવાના કારણે કોષની રોગપ્રતિકારક શક્તિ વધે છે
  • એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોવાના કારણે હિમોગ્લોબિન વધે છે અને હાડકાં મજબૂત બને છે.
  • ડેન્ગ્યુમાં માત્ર સાજા થવામાં નહીં, તે પછી પણ ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક રહે છે.
  • તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઊર્જા સંગ્રહ માટે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે મદદરૂપ થાય છે.
  • તેમાં ફેટ સારા પ્રમાણમાં હોય છે, જે મોટા ભાગે મોનોસેચ્યુરેટેડ હોય છે.
  • વિટામિનઅને એન્ટિ-ઑક્સિડન્ટ્સ માતા અને બાળકને ઇન્ફેક્શનથી બચાવે છે.
  • ફાઇબરના કારણે ગર્ભવતી સ્ત્રીઓનો કબજિયાતનો પ્રોબ્લેમ ઉકેલાઈ શકે
  • આયર્ન હોવાના કારણે શરીરની હિમોગ્લોબિનની વધતી માગને પહોંચી વળે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ