બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Dr Bharati Pravin Pawar Union MoS for Health and Family Welfare tested positive for Covid-19

BIG NEWS / કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

Mayur

Last Updated: 10:45 AM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે.

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કોરોના પોઝિટિવ
  • ડો. ભારતી પ્રવીણ પવારે પોતે જ આપી જાણકારી 
  • પોતે વ્યવસાયે પણ ડૉક્ટર

ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતે પણ MBBS ડૉક્ટર છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ડોક્ટર્સ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને એવામાં વધુ એક મંત્રી અને ડૉક્ટર એવા ડો. ભારતી પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

પોતાને આઇસોલેટ કર્યા તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે અને તેમણે તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવા માટે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે લોકોને કોરોનાથી બચવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું હતું. 

ડોકટરો કોરોનાનાં ટાર્ગેટ પર 

મુંબઈમાં ડોકટરો કોરોનાની રડારમાં, 3 દિવસમાં 230 ડોકટરો સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. તો સામે હરિયાણામાં પણ ડોકટરો મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. 

24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સંક્રમિત થયા

દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં 15 હજારથી વધારે લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે.  રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.  

મહારાષ્ટ્રમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અસોસિએશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ અને જજે હોસ્પિટલના ડો. ગણેશ સોલંકે જણાવ્યું કે મુંબઈના વિભિન્ન હોસ્પિટલોમાં ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના વધુ 6  કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.  આની પહેલા બેસ્ટના 60 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ