બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Double blow to LIC in a single month share price tumbles after loss in Adani Group

ચિંતા / LICને એક જ મહિનામાં ડબલ ઝટકો, અદાણી ગ્રુપમાં નુકસાન બાદ શેરની કિંમત પણ ગગડી, 17% તૂટયા

Kishor

Last Updated: 08:06 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICએ ગૌતમ અદાણીના શેરમાં ઘણુ રોકાણ કર્યુ હતુ. જેને પગલે હાલ આદાણી ગ્રુપની આવકમાં ધોવાણ બાદ LICના શેર ધારકોની પણ ચિંતામાં વધારો થયો હતો.

  • LICને એક મહિનામાં પડ્યો આ ફટકો
  • હિંડનબર્ગ અને અદાણી ગ્રુપના વિવાદ વચ્ચે પીસાતી એલઆઈસી
  • એલઆઈસી કંપનીના શેરની કિંમત પણ સતત ઘટી રહી

હિંડનબર્ગ રીપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા થઈ રહ્યો છે જે જાણે અટકવાનું નામ જ ન લેતો હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. તેને જોતા એક સમયે તો લોકો LICના શેર ધારકોને પણ ચિંતામાં વધારો થયો હતો. તેની પાછળના કારણની વાત કરીએ તો LIC એ ગૌતમ અદાણીના શેરમાં ઘણુ રોકાણ કર્યુ હતુ.

અદાણી ગ્રુપ માટે આવી રાહતની ખબર, દુનિયાની આ સૌથી મોટી રેટિંગ એજન્સીએ રાખ્યો  ભરોસો | news of such relief for the Adani Group worlds largest rating  agency has trusted

એલઆઈસીની મુશ્કેલી પણ વધી 

અમેરિકાની રિસર્ચ ફોર્મ કે કંપની એવી હિંડનબર્ગ રીપોર્ટ બાદ અદાણીના શેરની કિંમતમાં સતત ઘટાડો થતો જાય છે. ત્યારે અદાણી ગ્રુપની સાથે સાથે સરકારી વીમા કંપની એવી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એલઆઈસીની મુશ્કેલી પણ વધી રહી છે. કારણ કે હિંડનબર્ગ અને અદાણી ગ્રુપના વિવાદ વચ્ચે હાલ તો એલઆઈસી વચ્ચે પિસાઈ રહી છે. અને તેની અસર કંપનીના શેરની કિમતમાં પણ જોવા મળી રહી છે. જેને પગલે એલઆઈસી કંપનીના શેરની કિંમત પણ સતત ઘટી રહી છે. અને કંપનીને સતત નુકશાન થઈ રહ્યુ છે. શુક્રવારે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એલઆઈસીના શેરની કિંમતની વાત કરીએ તો એક ટકાથી વધુ ઘટીને રૂ.584.70 પર બંધ થયો હતો.

આ રાજ્ય માટે ગૌતમ અદાણી કરશે 1 લાખ કરોડનો ખર્ચ, કંપનીએ બનાવી મજબૂત યોજના | adani  group plans to invest rs 1 lakh cr in karnataka over 7 years for expansion  of business

17 ટકા તૂટ્યા LICના શેર 

અદાણી ગ્રુપ અને હિંડનબર્ગની લડાઈની અસર હાલની બજારમાં એલઆઈસી પર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગના રીપોર્ટ બાદ અદાણી ગ્રુપના તમામ શેરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે ઘટાડો ઉભુ રહેવાનું નામ નથી લેતો ત્યારે હવે એલઆઈસીના શેરની કિંમતમાં પણ આ અસર જોવા મળી છે અને તેના ભાવ પણ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. હિંડનબર્ગના રીપોર્ટ બાદ એલઆઈસી શેરમાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

Topic | VTV Gujarati


આ કંપનીની માર્કેટ મૂડીની વાત કરીએ તો વીમા કંપનીની માર્કેટ મૂડીમાં એક જ મહિનમાં ૭૫ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. મહત્વનું છે કે ૨૪ જાન્યુઆરીએ એલઆઈસીનું માર્કેટ કેપ ૪,૪૪,૧૪૧ કરોડ રૂપિયા હતુ. જે ઘટતા ઘટતા શુક્રવારે માર્કેટ બંધ થયુ ત્યાં સુધીમાં રૂપિયા ૩,૬૯,૭૯૦ થઈ ગયુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ