બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Don't use this method of charging mobile even by mistake

ટેક્નોલોજી / ભૂલથી પણ મોબાઈલ ચાર્જ કરવાની આ રીત ન અપનાવતા, નહીં તો જીવ જોખમમાં મૂકાશે!

Pooja Khunti

Last Updated: 03:39 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર લોકો તેમના ફોનને કારના ડેશબોર્ડ પર રાખી દે છે. ત્યાં આગળ તડકો પડવાથી તમારો ફોન વધુ ગરમ થઈ જાય છે. જેના કારણે ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે.

  • રાત્રે આ ભૂલ ન કરવી જોઈએ 
  • તમારા ફોનને ગરમ ન થવા દો 
  • ફોનની ફુલેલી બેટરીને નજરઅંદાજ કરશો નહીં 

આજના સમયમાં ફોન ખૂબ જરૂરી છે. તે લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયો છે. આજે દરેક વ્યક્તિ તેનો ફોન હમેશા તેની સાથે જ રાખે છે. કેટલાક એવા લોકો હોય છે જે ફોનને ચાર્જ પણ તેમની પાસે રાખીને જ કરે છે. મોબાઈલ બ્લાસ્ટ થવાના સમાચાર ઘણા લોકોએ સાંભળ્યા હશે. ઘણીવાર લોકોનો જીવ પણ જતો રહે છે. જાણો એ ભૂલ વિશે જેનાથી મોબાઈલ બ્લાસ્ટ થાય છે. 

ઓવર ચાર્જ ન કરો 
તમારે તમારા ફોનને ઓવર ચાર્જ ન કરવો જોઈએ. તેનાથી બેટરી બગડી શકે છે. ઘણી વાર યુઝર્સ આખી રાત ફોનને ચાર્જ પર રાખી દે છે. તમારે આ ન કરવું જોઈએ. આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

રાત્રે આ ભૂલ ન કરવી જોઈએ 
ઘણા લોકો તેના ફોનને ઓશિકા નીચે રાખીને ઊંઘી જાય છે. તેનાથી આગ લાગી શકે છે. આ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેથી તમારે ફોનને ઓશિકા નીચે ન રાખવો જોઈએ. 

PD ફીચર જરૂરી છે 
પ્રીમિયમ ફોનમાં પાવર ડિસકોન્ટિન્યુટી સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા કેટલાક બજેટ ફોનમાં આપવામાં નથી આવતી. ઘણા લોકો રાત્રે તેના મોબાઈલને ચાર્જ પર રાખીને ઊંઘી જાય છે. એવું ન કરવું જોઈએ. તેનાથી તમારો ફોન બ્લાસ્ટ થઈ શકે છે. 

તમારા ફોનને ગરમ ન થવા દો 
તમારા ફોનને કોઈ પણ એવી જગ્યાએ ન રાખવો જોઈએ, જેનાથી તે ગરમ થઈ જાય. જો ફોન વધુ ગરમ થઈ જાય તો તેની બેટરી ફાટી શકે છે. 

કારમાં પણ ફોનનું ધ્યાન રાખો 
ઘણી વાર લોકો તેમના ફોનને કારના ડેશબોર્ડ પર રાખી દે છે. ત્યાં આગળ તડકો પડવાથી તમારો ફોન વધુ ગરમ થઈ જાય છે. જેના કારણે ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. 

વાંચવા જેવુ: ના હોય! હવે ઇન્ટરનેટ વિના પણ મળી જશે ટ્રેનનું લાઇવ લોકેશન, એ કઇ રીતે? જાણો

ફોનની ફુલેલી બેટરીને નજરઅંદાજ કરશો નહીં 
જો કોઈ વ્યક્તિના ફોનની બેટરી ફુલાઈ ગઈ હોય તો તેને બદલી નાખવી જોઈએ. તેને નજરઅંદાજ ન કરો. ફુલેલી બેટરીના કારણે ફોન બ્લાસ્ટ થઈ શકે છે. 

ફોનમાં બ્લાસ્ટ કેમ થાય છે 
ફોનની બેટરી લિથિયમથી બનેલી હોય છે. જો બેટરીનું તાપમાન એકસાથે વધુ ગરમ થઈ જાય તો તેનાથી બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ