બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Dont put your wifi router in your bedroom, it is dangerous for your health
ADVERTISEMENT
આજકાલ WiFi રાઉટરનો ઉપયોગ લગભગ તમામ ઘરમાં થાય છે. તેના ઉપયોગથી હાઈસ્પીડ ઈંટરનેટ મળે છે અને તમે સરળતાથી પોતાના ઓફીસનાં કામ પૂરાં કરી શકો છો. લોકડાઉન બાદથી લોકોએ પોતાના ઘરમાં વાઈફાઈ રાઉટર લગાડવાનું વધારી દીધું છે કારણકે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન સ્ટડી વગેરે વધ્યાં છે. જો કે આ WiFi રાઉટર ક્યાં લગાડવો જોઈએ એ અંગે લોકોને વધુ ખબર હોતી નથી. કેટલાક લોકો ઈંટરનેટની સારી કનેક્ટિવિટી માટે પોતાના બેડરૂમમાં વાઈફાઈનો રાઉટર લગાડે છે. પણ શું તમે જાણો છો કે આ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
માઈગ્રેનની સમસ્યા
જો તમે પણ તમારા ઘરનાં બેડરૂમમાં વાઈ-ફાઈ રાઉટર લગાડ્યો છે તો તમને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. તેમાંથી નિકળતા રેડિએશનનાં કારણે આવું બને તેવું શક્ય છે. તેથી બેડરૂમમાં વાઈ-ફાઈ ન લગાડવું જોઈએ.
ADVERTISEMENT
અનિદ્રાની બીમારી
જો તમે રાત્રે સૂતા સમયે વાઈ-ફાઈ રાઉટર ઓન રાખો છો તો તેના કારણે ઈનસોમિન્યા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે તમને નીંદર ન આવે તેવું થઈ શકે છે. રાઉટરથી નિકળતાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન તમારી સ્લીપ સાઈકલને પ્રભાવિત કરે છે.
ડિપ્રેશન
જો તમે દિવસ-રાત બેડરૂમમાં રહો છો અને તમારા બેડરૂમમાં જ વાઈફાઈ રાઉટર છે તો સીધી વાત છે કે તેનાથી નિકળતા રેડિએશન તમને ધીમે-ધીમે પ્રભાવિત કરશે અને તેવામાં તમને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ આવી શકે છે. જો લાંબા સમય સુધી તમે આ રેડિએશનનાં સંપર્કમાં આવો છો તો આ સમસ્યા આવી શકે છે. તેથી હંમેશા રાઉટરને બેડરૂમની બહાર લગાડવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.