બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Don't Have Money To Contest Lok Sabha Elections": Nirmala Sitharaman

2024 / 'લોકસભાની ચૂંટણી લડવા પૈસા નથી'- નિર્મલા સીતારામણનો ધડાકો, કેમ ફગાવી ઓફર?

Hiralal

Last Updated: 08:11 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવું કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા નથી.

આ વખતે ઘણા કેન્દ્રીય મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ લોકસભા ચૂંટણીની ટિકિટ ઓફર કરાઈ હતી પરંતુ હવે તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ શા માટે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં.  નિર્મલા સીતારામણે કહ્યું કે મારી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતું ફંડ નથી તેથી તેમણે ભાજપની ઓફર નકારી કાઢી હતી. 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટિકિટની ઓફર કરી હતી 
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ મેં ના પાડી હતી. સીતારામણે કહ્યું કે એક અઠવાડિયું કે દસ દિવસ વિચાર્યા પછી, હું ફરી કહેવા આવી કે "કદાચ નહીં". મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. મને પણ એક સમસ્યા છે, પછી ભલે તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારી દલીલ સ્વીકારી... તેથી હું ચૂંટણી લડી રહી નથી. 

દેશના નાણા મંત્રી પાસે ચૂંટણી લડવા કેમ ફંડ નથી? 
નિર્મલા સીતારામણને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી, ત્યારે તેમણે કહ્યું કે ભારતના કોન્સોલિડેટેડ ફંડ તેમની માલિકીનું નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડની નહીં.

ભાજપે ઘણા કેન્દ્રીય મંત્રીઓને લોકસભાના રણમાં ઉતાર્યાં 
ભાજપે 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના કેટલાક વર્તમાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા, અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. નિર્મલા સીતારામણને પણ ટિકિટની ઓફર થઈ હતી પરંતુ હવે તેમના કહેવા પ્રમાણે પૈસાની તંગીને કારણે તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ