બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Donald Trump has given an open threat that there will be bloodshed if he does not win the election

ધમકી / 'ચૂંટણી નહીં જીતુ તો થઈ જશે કાપાકાપી', ડોનાલ્ડ ટ્રમ્પે આપી ખુલ્લી ધમકી, અમેરિકામાં હડકંપ

Priyakant

Last Updated: 11:19 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Statement Latest News: ટ્રમ્પે કહ્યું કે, આ વખતે ચૂંટણીની તારીખ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે.

Donald Trump Statement : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રક્તપાતની ધમકી આપી છે. વાત જાણે એમ છે કે, ઓહાયોમાં એક જાહેર સભા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, જો તેઓ આ વખતે ચૂંટણી ન જીત્યા તો તો દેશમાં 'રક્તપાત' શરૂ થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે, આ વખતે ચૂંટણીની તારીખ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. તેઓ ડાયટનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંભવિત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઓટો ઉદ્યોગ વિશે વાત કરી રહ્યા હતા.આ દરમિયાન તેણે રક્તપાતને લઈને નિવેદન પણ આપ્યું હતું.તેમણે કહ્યું, તમે 5મી નવેમ્બરની તારીખ નોંધી લો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે જો બિડેન અમેરિકન ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે.

ચીન પર કર્યા આકરા પ્રહારો 
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીનીઓ મેક્સિકોમાં કાર બનાવવા અને પછી અમેરિકામાં વેચવા માંગે છે. જો હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈશ તો હું આવું નહીં થવા દઉં અને જો હું નહીં જીતું તો આખા દેશમાં રક્તપાત શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, 77 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ પૂરા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ બિડેનના કાર્યકાળને હોરર શો ગણાવી રહ્યા છે. તે બિડેન વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

વધુ વાંચો: ક્યાં સુધી ચાલશે કેજરીવાલની સંતાકૂકડી ! EDએ મોકલ્યું 9મું સમન્સ, 21 માર્ચે હાજરનો આદેશ 

શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પ એવા વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં ડેમોક્રેટ્સ વધુ મતદારો છે. બિડેન અને ટ્રમ્પ વચ્ચે તીવ્ર રેટરિકનો સમયગાળો ચાલી રહ્યો છે. બિડેને કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દેશનું અપમાન કરે છે અને દેશનું ખરાબ ચિત્ર રજૂ કરે છે. બિડેને કહ્યું કે, આ વખતની ચૂંટણી અમેરિકાની લોકશાહીનું ભાગ્ય નક્કી કરવા જઈ રહી છે. 6 જાન્યુઆરીની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ટ્રમ્પ દેશ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જાહેરાત કરી છે કે તેઓ આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન નહીં આપે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ