બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dogs attend Aarti at Ambaji Mata temple in Bharuch

શ્રદ્ધાનો વિષય / ગુજરાતનો એક એવો વિસ્તાર જ્યાં શ્વાનો માં જગદંબાની આરતીમાં અચૂક રહે છે હાજર, આરતી પણ ગાય છે

Kishor

Last Updated: 05:26 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના વલંદા કોઠી વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરમાં સવાર સાંજ થતી આરતીમાં શ્વાનો અચૂક હાજરી આપે છે.

  • ભરૂચના વલંદા કોઠી અંબાજી મંદિર ચર્ચામાં
  • સવાર સાંજ થતી આરતીમાં શ્વાનોની અચૂક હાજરી
  • આરતી પૂરી ના થાય ત્યાં સુધી મંદિરના પટાંગણ માં જ રહે છે શ્વાન

 હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે અને ઠેર ઠેર માતાજીની આરાધનાથી ધર્મ, ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. આવી સ્થિતિ વચ્ચે ભરૂચના વલંદા કોઠી વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી માતાનું મંદિર આજુબાજુના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ મંદિરે સવાર સાંજ થતી આરતીમાં શ્વાનોની અચૂક હાજરી હોવાથી લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે.

Dogs attend Aarti at Ambaji Mata temple in Bharuch

પૂજારી ધર્મેશભાઈ સોલંકીએ જણાવ્યું કે...

માં અંબાના પ્રાચીન મંદિરમાં ત્રણ પેઢી ઉપરથી આદ્યશક્તિ મા જગદંબાની સવાર સાંજ આરતી કરવામાં આવતી હોય છે. જેનો શંખનાદ થતાની સાથે જ શેરીમાં લટાર મારતા કુતરાઓ પહોંચી જાય છે. તેમ મંદિરના પૂજારી તેમજ શેરીના વડવાઓનું કહેવું છે. પૂજારી ધર્મેશભાઈ સોલંકીએ જણાવ્યું કે તેમના પિતા બચુભાઈ સોલંકી નિયમિત આરતી કરતા તે સમયથી આ મંદિરમાં શ્વાન આરતીમાં નજરે પડે છે.

Dogs attend Aarti at Ambaji Mata temple in Bharuch

આરતી પૂરી ના થાય ત્યાં સુધી મંદિરના પટાંગણમાં જ રહે છે શ્વાન

શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શુ જરૂરની માફક સવાર સાંજની આરતીમાં શ્વાનો પોતાના અવાજમાં માં અંબાની આરતી ગાતા પણ નજરે પડે છે. આથી માતાજીની આરતીના સૂરમાં સૂર પુરાવતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ છે. આખો દિવસ શેરીઓમાં રખડતા શ્વાનો આરતીના સમયે મંદિરના પટાંગણમાં આરતી પૂરી ન થાય ત્યાં સુધી મંદિરમાં જ રહે છે.

Dogs attend Aarti at Ambaji Mata temple in Bharuch

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ