બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / does ibuprofen painkiller medicine make dengue worse advisory regarding drugs

એલર્ટ / ડેન્ગ્યુના વધતા કેસો વચ્ચે આ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની એડ્વાઇઝરી જાહેર, પેઇનકિલરથી સાવધાન રહેવા કરી અપીલ

Manisha Jogi

Last Updated: 12:30 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બિમારીમાં તાવ આવવાની સાથે નબળાઈ, બોડી પેઈન અને પ્લેટલેટ્સની કમી થવા લાગે છે. આ બિમારીથી ઠીક થવામાં ખૂબ જ વધુ સમય લાગે છે. યોગ્ય દવાઓ લેવામાં ના આવે તો હેલ્થ વધુ ખરાબ થઈ શકે છે.

  • એક સપ્તાહમાં ડેન્ગ્યુ ના 100 કેસ સામે આવ્યા
  • આ બિમારીથી ઠીક થવામાં ખૂબ જ વધુ સમય લાગે
  • યોગ્ય દવાઓ લેવામાં ના આવે તો હેલ્થ વધુ ખરાબ થઈ શકે છે

ગાઝિયાબાદમાં ડેન્ગ્યુ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાઝિયાબાદમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુ ના 100 કેસ સામે આવ્યા છે. રવિવારે ડેન્ગ્યુ ના નવા 15 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ બિમારીમાં તાવ આવવાની સાથે નબળાઈ, બોડી પેઈન અને પ્લેટલેટ્સની કમી થવા લાગે છે. આ બિમારીથી ઠીક થવામાં ખૂબ જ વધુ સમય લાગે છે. યોગ્ય દવાઓ લેવામાં ના આવે તો હેલ્થ વધુ ખરાબ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગે જાહેર કરેલ સૂચનો પર ધ્યાન આપવું જોઈએ. 

હેલ્થ એડવાઈઝરી
આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, ડેન્ગ્યુ ના દર્દીઓએ પેઈનકિલર ના લેવી, પેરાસિટામોલ દવા લેવી. પેઈનકિલર થવા બિન-સ્ટેરાઈડલ એન્ટી ઈન્ફ્લામેટરી દવાઓ બ્લડ પ્લેટલેટ્સને લોહીના ગઠ્ઠા બનવાથી રોકે છે. જેના કારણે ઈન્ટરનલ બ્લીડિંગ થઈ શકે છે. ડેન્ગ્યુ  અને ચિકનગુનિયા જેવી બિમારીઓ ઘાતક સાબિત થઈ શકે છે. 

પેઈનકિલરના પેટને પણ નુકસાન થઈ શકે છે અને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ પ્રોબ્લેમ થઈ શકે છે. જેનાથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ બ્લીડિંગ થઈ શકે છે. ડેન્ગ્યુ ના કારણે દર્દીઓનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થઈ શકે છે અને લિવર તથા કિડની ડેમેજ થઈ શકે છે. તાવ ઓછો થાય તે માટે પેરાસિટામોલ લેવી, ડોકટરે લખી આપેલ દવાઓનું જ સેવન કરવું. 

ડેન્ગ્યુ થી કેવી રીતે બચવું
ડેન્ગ્યુ  ના થાય તે માટે ઘરમાં પાણી જમા થવા ના દેવું અને મચ્છરદાનીમાં જ ઊંઘવું. ઘરમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું. સવાર સાંજ બારી દરવાજા બંધ રાખવા, કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ