બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Do this work at home at the time when prana pratistha is present

રામ મંદિર અયોધ્યા / જે સમયે પ્રાણ પ્રતિષ્ઠા થાય તે સમયે ઘરે જ જરૂર કરો આ કામ, પ્રસન્ન થઈ જશે પ્રભુ શ્રી રામ

Pooja Khunti

Last Updated: 07:46 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 જાન્યુઆરી એટલે કે આજે અયોધ્યાનાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરવામાં આવશે. આજે રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ યોગ બની રહ્યો છે. સોમવારે બપોરે 12:29 વાગ્યેથી 12:30 વાગ્યા વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ કામ કરો 
  • સુંદરકાંડનો પાઠ કરવો
  • ભગવાન શ્રી રામનું ધ્યાન કરો

22 જાન્યુઆરી એટલે કે આજે અયોધ્યાનાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરવામાં આવશે. આજે રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ યોગ બની રહ્યો છે. સોમવારે બપોરે 12:29 વાગ્યેથી 12:30 વાગ્યાની વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય છે. રામ મંદિરના અભિષેકને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં પહોંચીને ભગવાન રામનો અભિષેક કરશે. 

સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અયોધ્યાનાં રામ મંદિરમાં પૂજા, મંત્ર જાપ અને યજ્ઞ વગેરેનું કામ 15 જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયું છે. ભગવાન રામના આશીર્વાદ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો અયોધ્યા પહોંચશે. રામલલાની સ્થાપનાને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા લાખો લોકો અયોધ્યા પહોંચશે. પરંતુ ઘણા લોકો એવા છે, જેઓ ઘરે બેસીને ભવ્ય સમારોહ નિહાળશે. જાણો રામ લલ્લાના અભિષેક વખતે તમે ઘરે બેસીને શું કરી શકો છો.

પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ કામ કરો 
આજે અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દરેક વ્યક્તિ સામેલ થવા માંગે છે, પરંતુ ઘણા લોકો અયોધ્યા પહોંચીને રામલલાનાં રૂબરૂ દર્શન કરી શકશે નહીં. તો આ સમયે તમે લોકો તમારા ઘરમાં બેસીને ભગવાન શ્રી રામના આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો? જાણો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન 84 સેકન્ડના શુભ સમયે બધા લોકોએ શું કરવું જોઈએ.   

વાંચવા જેવું: રામ મંદિર માટે ઘરે-ઘરે આપવામાં આવેલ અક્ષતનું શું કરવું? કઈ રીતે કરશો ઉપયોગ? જાણો માન્યતા

સુંદરકાંડનો પાઠ કરવો
જ્યોતિષીઓનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનો શુભ સમય તમામ લોકો માટે વિશેષ માનવામાં આવે છે. આ સમયે તમારે પણ તમારા ઘરમાં બેસીને શુદ્ધ હૃદયથી ગુરુ મંત્રોનો જાપ કરવો જોઈએ. આ સિવાય રામ ભક્તોએ હનુમાન ચાલીસા, અષ્ટક અથવા સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ સાથે, તમે મધુર અવાજમાં રામધૂન ગાઈને શ્રી રામનું ધ્યાન કરો. 

ભગવાન શ્રી રામનું ધ્યાન કરો
જ્યોતિષીઓએ કહ્યું કે આ શુભ સમયે તમારા મનને શબ્દો અને કાર્યો દ્વારા શુદ્ધ કરો અને ભગવાન શ્રી રામનું ધ્યાન કરો. આવું કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ બધી વસ્તુઓ કરવાથી વ્યક્તિ ચોક્કસપણે શ્રી રામની કૃપા મેળવી શકે છે. આનાથી ભક્તોને શુભ ફળ મળશે. તમારા બગડેલા કામ પણ પૂરા થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ