બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / do not use soap surf on thursday poverty will come in the house

જ્યોતિષ શાસ્ત્ર / સપ્તાહમાં આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઇએ આ કાર્યો, નહીં તો ઘરમાં આવી શકે છે દરિદ્રતા

Bijal Vyas

Last Updated: 12:01 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારને ગુરુ બૃહસ્પતિ દેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે પૂજા-પાઠ, વ્રત અને શુભ કાર્યો માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે અમુક કાર્યો વર્જિત છે

  • ગુરુવારે સાબુ-સર્ફનો ઉપયોગ ન કરવો જોઈએ
  • ગુરુવારે ઘરની સાફ સફાઇ ના કરવી જોઇએ
  • આ દિવસે જો વ્રત રાખતા હોય તો કેળાનું સેવન ના કરવુ 

શાસ્ત્રો આપણને ગુરુવારે અનેક કાર્યો કરવાથી રોકી શકે છે. કારણ કે ગુરુવારને ગુરુ બૃહસ્પતિ દેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. ગુરુવારના દિવસે પૂજા-પાઠ, વ્રત અને શુભ કાર્યો માટે શ્રેષ્ઠ દિવસ છે.

માનવામાં આવે છે કે, ગુરુવારે સાબુ-સર્ફનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે કપડા ધોવા, વાળ કાપવા અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ. જો તમે આ દિવસે નિષેધ કાર્યો કરો છો, તો દરિદ્રતા તમને ઘેરી લે છે. ઘર-પરિવારમાં દુ:ખનું સંકટ આવી જાય છે. તો આવો જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય પાસેથી કે એવા ક્યા કામ છે, જેને ગુરુવારે ટાળવા જોઈએ.

start soap making business in 4 lakh rupees and earn lakh rupee month

કેમ નહીં લગાવતા સાબુ કે તેલ 
જ્યોતિષ અનુસાર, અઠવાડિયાના દરેક દિવસ ગ્રહોના હિસાબે નક્કી કરવામાં આવ્યા છે. સોમવાર ચંદ્રને, મંગળવારના દિવસે મંગળગ્રહને, બુધવારનો દિવસ બુધગ્રહને, શુક્રવારનો દિવસ શુક્રવારને, એ જ રીતે ગુરુવાર પણ ગુરુ ગ્રહને સમર્પિત છે. ગુરુવારને બૃહસ્પતિવર તરીકે પણ ઓળખવામાં આવે છે.

હકીકતમાં માન્યતાઓ અનુસાર, ગુરુ ગ્રહ અન્ય ગ્રહોની તુલનામાં ભારે છે, એટલા માટે આ દિવસે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ, જેના માટે આપણે કષ્ટ ઉઠાવો પડે. જો તમે ગુરુવારે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા ઈચ્છતા હોવ તો તમારે આ દિવસે સાબુ અને શેમ્પૂ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. મહિલાઓએ આ દિવસે વાળ પણ ન ધોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે વાળ અને કપડા વગેરે ધોવાથી સુખ અને સૌભાગ્યમાં ઘટાડો થાય છે.

તમારા કામનું: Omicron થી તમારા પરિવારને બચાવવો હોય તો આ રીતે કરો ઘરની સફાઇ  | home cleaning tips in omicron corona time keep virus and bacteria free house  home sensitization

જ્યોતિષ અનુસાર, ગુરુવારે ઘરમાં થયેલા જાળા અને વધુ પડતી સફાઈથી બચવું જોઈએ. જો શક્ય હોય તો, મોપિંગ પણ ટાળવું જોઈએ. આ કામો માટે ગુરુવાર કરતાં શનિવારનો દિવસ સારો માનવામાં આવે છે કારણ કે શનિવારના દિવસે જાળા સાફ કરવાથી અને ઘરમાંથી કચરો ઉપાડવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

કેળાના સેવનથી બચવુ
જો તમે ગુરુવારે ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો આ દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. જે લોકો પૂજા કરે છે અને વ્રત કરે છે તેઓએ આ દિવસે કેળું ન ખાવું જોઈએ. પરંતુ તમે ભગવાનને કેળા અર્પણ કરી શકો છો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ