બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Do not use flour in the rainy season after keeping it in the refrigerator

હેલ્થ / ભૂલથી પણ ગૂંથેલો લોટ ક્યારેય ફ્રીજમાં ન મૂકશો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર

Kishor

Last Updated: 06:51 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની ઋતુમાં જો તમે લોટને ગૂંથીને ફ્રિજમાં રાખી દીધા બાદ તેનો ફરીથી ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

  • ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે રોગચાળો વકરવાની ભીતિ
  • ચોમાસામા લોટને ગૂંથીને ફ્રિજમાં રાખ્યા બાદ ન કરવો જોઈએ ઉપયોગ
  • એસિડિટી સહિતના અનેક રોગનો વધે છે ખતરો

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે રોગચાળો વકરતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી અગત્યની બાબત બની જતી હોય છે. ચોમાસાની ઋતુમાં ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાને લઈને રોગચાળો માથું ઊંચકે છે. ત્યારે જેથી સ્વાસ્થ્ય પ્રત્યે જોખમકારક ખોરાક ટાળવો જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. ચોમાસાની ઋતુમાં જો તમે લોટને ગૂંથીને ફ્રિજમાં રાખી દીધા બાદ તેનો ફરીથી ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આવું કરવાથી પરિવારના સભ્યો માંદગીમાં સપડાતા હોય છે.

એસીડીટી અને કબજિયાત સહિતની ફરિયાદ

ઘણી વખત લોટમાં પાણી મિશ્રિત કરી લોટને બાંધી લીધા બાદ તે બગડે નહીં તે માટે ફ્રીજમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વરસાદની સિઝનમાં લોટમાં બેક્ટેરિયા થવાની શક્યતા વધતી હોય છે અને કેટલાક બેક્ટેરિયા એવા છે જે ફૂડ પોઈઝનીંગ થવાની ભીતિ જન્માવે છે. આ ઉપરાંત એસીડીટી અને કબજિયાત સહિતની ફરિયાદ પણ ઉઠતી હોય છે.

વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો એકવાર તેના આ નુકસાન  વાંચી લો | Harms Of Using Dough Kept In The Refrigerator

બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા

સંશોધનમાં કરાયેલા દાવા અંગે વાત કરવામાં આવે તો નીચા તાપમાનને પગલે બેક્ટેરિયાની સંખ્યા વધવાની શક્યતા રહે છે. વરસાદી ઋતુમાં લિસ્ટેરિયા મોનોસાયટોજીન્સ નામના બેક્ટેરિયા ગંભીર રોગોનું કારણ બનતા હોય છે. જે નીચા તાપમાને પણ આસાનીથી ઉદભવી શકે છે આથી ફ્રિજમાં સ્ટોર કરેલી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ.

ફ્રીઝમાં બાંધલો લોટ રાખવો બની શકે છે ખતરનાક, જાણો સાચું કારણ | side effects  of keeping kneading dough on fridge

ગેસ, એસિડિટીની થઇ શકે છે સમસ્યા

ફ્રિજમાં 10 થી 12 કલાક સુધી રાખવામાં આવતા લોટમાં બેક્ટેરિયા બને છે જે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે. તેના ઉપયોગથી આંતરડામાં ખૂબ મોટાપાયે નુકસાન કરે છે.પરીણામે એસીડીટી થવાનો ડર અને પેટ સંબંધિત અન્ય સમસ્યા થવાનું જોખમ વધે છે. તાજા લોટની રોટલી અને વાસી લોટની રોટલી નો માત્ર સ્વાદમાં જ ફર્ક નહિ પરંતુ પોષણમાં પણ ફર્ક પડે છે અને પોષણ ન મડવાને કારણે શરીર રોગનું ઘર  બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ