બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Do not forget to keep this item in the plate of Karwa Chauth Puja

Karwa Chauth 2022 / કરવા ચોથની પૂજાની થાળીમાં આ વસ્તુ રાખવાનું ન ભૂલતા, તેના વીના નહીં મળે વ્રતનું ફળ

Megha

Last Updated: 05:33 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચોથનું વ્રત કેવી રીતે રાખવું અને પૂજાની થાળીમાં કઈ સામગ્રી જરૂરી છે.

  • અવિવાહિત છોકરીઓ સારો વર મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે
  • પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે 
  • કરવા ચોથની  પૂજાની થાળીમાં કઈ સામગ્રી જરૂરી

પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતા આ વ્રતને કરવા ચોથનો વ્રત કહેવામાં આવે છે. પરિણીત મહિલાઓ આખો દિવસ નિર્જલા વ્રત રાખીને રાત્રે ચંદ્રની પૂજા કરીને ઉપવાસ તોડે છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરે આવી રહ્યું છે અને અવિવાહિત છોકરીઓ પણ સારો વર મેળવવા માટે આ કરવા ચોથનું વ્રત રાખે છે. 

કરવા ચોથના વ્રતને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી. જે મહિલાઓ પહેલી વખત આ વર્ષે વ્રત રાખી રહી છે એ મહિલાઓ એ ખાસ કરીને વ્રત રાખવાના નિયમો વિશે જાણવું જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચોથનું વ્રત કેવી રીતે રાખવું અને પૂજાની થાળીમાં કઈ સામગ્રી જરૂરી છે. 

કરવા ચોથ પૂજા મુહૂર્ત 
આપણા હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. કરવા ચોથના વ્રત રાખવાના દરેક નિયમો અને સાથે જ એ દિવસે પૂજા પણ નિયમ પ્રમાણે કરવી જોઈએ. આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરના દિવસે અડધીરાત્રે 01.59 વાગ્યે શરૂ થઈને 14 ઓક્ટોબર 2022ના વહેલી સવારે 03.08 વાગ્યે સમાપ્ત થશે. એટલા માટે 13 ઓક્ટોબર ગુરુવારના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. કરવા ચોથ વ્રતની પૂજાનો શુભ સમય 13 ઓક્ટોબરના સાંજે 06.01 થી 07:15 સુધીનો છે. વ્રતના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 08.19 વાગ્યાનો છે. 

કરવા ચોથની  પૂજાની થાળીમાં કઈ સામગ્રી જરૂરી
કરવા ચોથની પૂજા સંપૂર્ણ વિધિથી કરવા માટે પૂજાની થાળીમાં પૂરતી સામગ્રી હોવી જરૂરી છે. પૂજાની થાળીમાં પાન, માટી કે તાંબાનું વાસણ અને ઢાંકણ, કળશ, ચંદન, ફૂલ, હળદર, ચોખા, મીઠાઈ, કાચું દૂધ, દહીં, દેશી ઘી, મધ, સાકર રોલી, કુમકુમ, મોલી વગેરે વસ્તુઓ હોવી જરૂરી છે આ સાથે જ પૂજા સામગ્રીમાં કરવા ચોથ વ્રત કથાનું પુસ્તક રાખવું જરૂરી છે. આ ઉપરાંત 16 શૃંગારનો સામાન, મહેંદી, મહાવર, સિંદૂર, દાંતિયો, ચાંલ્લો, ચુનરી, બંગડી, ચાળણી, કરવા માતાની તસવીર, દીવો, અગરબતી, કપૂર, ઘઉં, કપાસ, લાકડાનું આસન, દક્ષિણા આપવાના પૈસા હોવા જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ