બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / DIWALI 2023 Today Kalichaudash: Do this special remedy with black pepper at night, it is believed to increase wealth overnight.
Megha
Last Updated: 09:24 AM, 11 November 2023
ADVERTISEMENT
દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ધનતેરસથી શરૂ થતી દિવાળીની ઉજવણી ભાઈબીજ સુધી ચાલુ રહે છે.
ADVERTISEMENT
દિવાળીના તહેવારનો બીજો દિવસ કાળી ચૌદશ કહેવાય છે. ચતુર્દશીની તિથીએ એટલે કે આજે કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. ચતુર્દશી તિથિ 11મી નવેમ્બરે બપોરે 01.57 વાગ્યાથી 12મી નવેમ્બરે બપોરે 02:44 વાગ્યા સુધી છે. કાળી ચૌદશાના દિવસે માતા કાલીનું પૂજન કરવામાં આવે છે.
કાળી ચૌદશને નરક ચૌદશ તરીકે અને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા કાલી અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી કોઈપણ સાધના કે યુક્તિ ઉત્તમ પરિણામ આપે છે. એવામાં આજે અમે તમને કાળા મરીની યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અસરકારક છે.
કાળા મરીના આ ઉપાય કરવાથી આર્થિક મુશ્કેલીઓ અને રોગોનો અંત આવે છે અને વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે.
- આ યુક્તિ માટે, કાળા મરીના 5 દાણા લો, તેને તમારા માથાની આસપાસ ફેરવો અને તેને ચારેય તરફ ફેંકી દો
- તેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે.
- જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે તો 10 કાળા મરીના દાણા ઘરમાં ક્યાંક સંતાડી દો
- તેનાથી ઘરની ગરીબી દૂર થશે
આ ઉપાયો કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા અને ગરીબી દૂર થઈ જાય છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.