બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / diwali 2021 five day date calendar dhanteras 2021 date shubh muhurat

Diwali 2021 / ધનતેરસ પર આ સમયે કરો માતા લક્ષ્મીની પૂજા, જાણો દિવાળીના તહેવારોમાં ક્યા કયા છે શુભ મુહૂર્ત

Arohi

Last Updated: 05:20 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો ધનતેરસ, કાળી ચૌદસ સહિતના શુભ મુહૂર્ત

  • જાણો દિવાળીના શુભ મુહૂર્ત વિશે 
  • ઘનતેરસે ખાસ મુહૂર્ત 
  • જાણો દિવાળી પૂજાનું મહત્વ 

દિવાળીનો તહેવાર આવવામાં હવે એક અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીનો પર્વ કાર્તિક માસમાં મુખ્ય તહેવાર માનવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ પણ ખૂબ હોય છે. આ પર્વ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે શુભ મુહૂર્ત પર વિધિ પૂર્વક લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનો શુભ યોગ છે.  

દિવાળી પૂજાનું મહત્વ 
દિવાળી પર લક્ષ્મી પૂજા જીવનમાં આવનાર આર્થિક પરેશાનીઓથી દૂર કરનાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને વૈભવની દેવી માનવામાં આવે છે. લક્ષ્મીની કૃપાથી જીવનમાં સંપન્નતા આવે છે. કષ્ટોમાંથી મુક્તિ મળે છે. માન્યતા છે કે દિવાળીની રાતે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી લક્ષ્મીજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણ છે કે દિવાળીની પૂજાની લોકો રાહ જોતા હોય છે. 

દિવાળી 2021 
પંચાંગ અનુસાર દિવાળી પર્વ કાર્તિક માસની અમાસે ઉજવવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે કાર્તિક અમાસ 4 નવેમ્બર 2021એ છે. 

દિવાળીના શુભ મુહૂર્ત 

નવા વર્ષના ચોપડા ખરીદવાના શુભ ચોઘડીયા 

  • આસો વદ-સાતમ, ગુરૂવાર 
  • તા. 28-10-2021 (ગુરૂપુષ્યામૃત યોગ)
  • સવારે 10:58 થી બપોરે 03:16

આસો વદ-આઠમ, શુક્રવાર 

  • તા.29-10-2021
  • સવારે 06:44 થી 10:58

ધનતેરસ-ધનપૂજા-કૂબેરપૂજા 

  • આસો વદ બારસ,મંગળવાર 
  • તા. 02-11-2021 
  • સમય: સાંજે 07:15 થી 09:08
  • રાત્રે 12:24 થી 04:06

કાળી ચૌદશ

  • આસો વદ તેરસ, કાળી ચૌદશ ક્ષયતિથી
  • તા. 03-11-2021 
  • કાળી પૂજા/ હનુમાન પૂજા / યંત્ર મશીનરી પૂજા
  • સમય : સવારે 06:47 થી 9:4
    બપોરે 11:17 થી 12:47
    સાંજે : 4:30 થી 06:00
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ