બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Divya khosla kumar film Yaariyan 2 trailer is out, movie will be released on 20 october

બોલિવૂડ / કોમેડી, કન્ફ્યુઝન અને લવ ટ્રાયગંલથી ભરપૂર છે યારિયા 2નું ટ્રેલર, હાર્ટ બ્રેક કપલનો તડકો ચાહકોને ખૂબ ગમ્યો

Vaidehi

Last Updated: 09:01 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 વર્ષો બાદ યારિયાનાં મેકર્સ સિક્વલ ફિલ્મ Yaariyan 2 ઓક્ટોબરમાં રિલીઝ કરવા જઈ રહ્યાં છે. આજે મેકર્સે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. જુઓ વીડિયો.

  • 9 વર્ષો બાદ આવી રહી છે યારિયાની સિક્વલ ફિલ્મ
  • કઝિન્સની સ્ટોરી પર આધારિત છે કોમેડી ફિલ્મ Yaariyan 2
  • યારિયાં 2 ઑક્ટોબર મહિનામાં રિલીઝ થશે

બોલીવુડમાં અનેક કોમેડી ફિલ્મો બની ગઈ છે. થોડા સમય પહેલા દિવ્યા ખોસલા કુમારની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ યારિયાં રિલીઝ થઈ હતી જેને બોક્સ ઓફિસ પર જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. હવે 9 વર્ષો બાદ મેકર્સ તેનો સીક્વલ લઈને આવી રહ્યાં છે. 2014ની હિટ ફિલ્મ યારિયાંનું સિક્વલ Yaariyan 2 ઓક્ટોબર 2023માં રિલીઝ થશે. મેકર્સે આ ફિલ્મનાં ટીઝર અને સોન્ગ રિલીઝ કર્યાં હતાં જે બાદ આજે ધમાકેદાર ટ્રેલર પણ પબ્લિશ કર્યું છે. જુઓ.

કઝિન્સની કહાની
યારિયાં 2 એ 3 કઝિન્સની કહાની છે. પહેલી ફિલ્મમાં મિત્રોની કહાની દેખાડવામાં આવી હતી આ વખતે કઝિન્સની સ્ટોરી દેખાડવામાં આવશે. દિવ્યા ખોસલા કુમાર, મિઝાન જાફરી અને પર્લ વી પુરી ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટમાં શામેલ છે.

'કઝિન્સ બાય બ્લડ, ફ્રેન્ડ્ઝ બાય ચોઈસ'
રાધિકા રાવ અને વિનય સપરુનાં ડાયરેક્શનમાં બનેલી 'યારિયાં 2' 20 ઑક્ટોબરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. થોડા સમય પહેલા આ ફિલ્મનો પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં ટેગલાઈન પણ રિવેલ થઈ હતી. તેમાં લખેલું હતું 'કઝિન્સ બાય બ્લડ, ફ્રેન્ડ્ઝ બાય ચોઈસ'. દિવ્યા ખોસલાએ પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી જ્યારે યારિયાં 2માં તે લીડ એક્ટ્રેસ છે. ફિલ્મનાં પ્રોડક્શનની જવાબદારી ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણા કુમાર અને આયુષ મહેશ્વરીએ સંભાળ્યું છે. યારિયાં 2ની ટક્કર અન્ય અનેક મોટી ફિલ્મો સાથે થવાનો છે.

આ ફિલ્મો વચ્ચે ટક્કર
20 ઑક્ટોબરનાં ફુકરે 3, ગણપત-પાર્ટ 1, તેજસ, ટાઈગર નાગેશ્વર રાવ અને પ્યાર હૈ તો હૈ રિલીઝ થવાની છે. તેથી યારિયાં 2 સહિત આ ફિલ્મો બોક્સ ઓફીસ પર એકસાથે ક્લેશ થવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ