બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Displaced Hindus' houses bulldozed after controversial IAS T Dabi's order, people forced to roast in heat

રાજસ્થાન / ચર્ચિત IAS ટીના ડાબીના આદેશ બાદ વિસ્થાપિત હિન્દુઓના ઘર પર ચાલ્યું બુલડોઝર, ગરમીમાં શેકાવવા મજબૂર થયા લોકો, મહિલાઓની રોકકળ

Vishal Khamar

Last Updated: 04:16 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈસલમેર કલેક્ટર IAS ટીના ડાબીએ વિસ્થાપિત પાકિસ્તાની હિંદુઓની મદદ માટે પ્લાન તૈયાર કર્યો છે. જેમાં તેઓએ એક ટીમ બનાવી છે. જેનું કામ આ પરિવારો માટે જમીન શોધવાનું હશે. અને તે પરિવારોને ત્યાં સ્થાયી કરવામાં આવશે.

  • જૈસલમેર કલેક્ટરે તૈયાર કર્યો પ્લાન
  • વિસ્થાપિત પાકિસ્તાની હિંદુઓની મદદ માટે તૈયાર કર્યો પ્લાન
  • હાલ તમામ પરિવારોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા

 રાજસ્થાનનાં જૈસલમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓનાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવા મામલે ચર્ચામાં આવેલ જૈસલમેર જીલ્લા મેજીસ્ટ્રેટ આઈએએસ ટીના ડાબીએ બુધવારે શરણાર્થીઓ માટે ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરાઈ હતી.  ઓછામાં ઓછા 50 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તેઓને પીવાનું પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે.  તેમણે આ કાર્યવાહી અંગે એમ પણ કહ્યું હતું કે અમર સાગર તળાવ વિસ્તારના કેચમેન્ટ એરિયામાં અતિક્રમણની મંજૂરી આપી શકાય નહીં.

IAS ડીએમટીના ડાબીએ આ બાબતે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પાકિસ્તાની હિન્દુ વિસ્થાપિતોએ પ્રાઇમ લેન્ડ અને કેચમેન્ટ એરિયા તેમજ ફાળવણીની જમીન પર કબજો જમાવ્યો હતો. ત્યારે તેઓને હટાવવા માટે ગત એપ્રિલ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોને પણ સમજાવવામાં આવ્યા. પરંતુ તેઓએ કોઈ વાત માની ન હતી. જેના કારણે ફરીથી કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીએમ ટીના ડાબીનાં જણાવ્યા અનુસાર, કાર્યવાહિમાં જે લોકો બેઘર થયા છે. તેઓના પુનઃવસન માટે જીલ્લા પ્રશાસન દ્વારા ઘણા પગલા ભરવામાં આવ્યા છે. પાકિસ્તાન વિસ્થાપિતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે નક્કી કરવામાં આવ્યું કે જીલ્લા પ્રશાન, યુઆઈટી તેમજ પાકિસ્તાની વિસ્થાપિતોનાં પ્રતિનિધિઓની સર્વે માટે ટીમ બનાવવામાં આવશે.


કિમતી જમીન પર ગેરકાયદેસર વસવાટ
ધાર્મિક કટ્ટરતાથી કંટાળીને હિંદુ પરિવાર પાકિસ્તાનથી રાજસ્થાનનાં જૈસલમેર આવ્યો હતો. ત્યારે જીલ્લા મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર અમર સાગર પાસે કેચમેન્ટ એરિયામાં આ પરિવારોએ કાચા મકાન બનાવી ત્યાં સ્થાયી થયા હતા. ડીએમ ટીના ડાબીએ વારંવાર અમર સાગરનાં સરપંચ અને અન્ય લોકોની ફરિયાદ મળી રહી હતી કે ભુ-માફિયા દ્વારા હિન્દુ વિસ્થાપિતોને અમર સાગર ક્ષેત્રનાં સર્વે નં. 31, 32, 32 અને 245 પર મોટી સંખ્યામાં સ્થાયી થયા છે.


કેચમેન્ટનો આ વિસ્તાર પ્રાઇમ લોકેશન હોવાથી અને તેની કિંમત પણ ઘણી વધારે હોવાથી અહીં ગેરકાયદેસર રહેતા હોવાથી ડીએમ ટીના ડાબીએ નોટિસ જારી કરીને વિસ્થાપિત થયેલા લોકોને આ સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. 

ડીએમનાં આદેશનું પાલન શરણાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો ન હતો. ત્યારે અર્બન ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ દ્વારા પ્રશાનસ અને પોલીસની મદદથી ડીએમનાં આદેશ પર કાચા ગેરકાયદેસર દબાણને હટાવી દીધું હતું. શરણાર્થીઓનાં મકાનોને જમીન દોસ્ત કરી સમગ્રે જગ્યાને દબાણ મુક્ત કરી હતી.

વિસ્થાપિત હિંદુઓ સાથે અમને કોઈ સમસ્યા નથી: સરપંચ પ્રતિનિધિ મેઘરાજ
અમરસાગર સરપંચના પ્રતિનિધિ મેઘરાજ પરિહારે જણાવ્યું કે અમરસાગર ગ્રામ પંચાયતની અમૂલ્ય જમીન અને તળાવના કેચમેન્ટ એરિયા પર પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકોએ મોટા પાયે દબાણ કર્યું છે. તેમાંથી 100 પરિવારોએ છેલ્લા દિવસોમાં એકસાથે મહત્વની જમીનનો કબજો  કરી લીધો હતો. આની પાછળ જમીન માફિયાઓનો હાથ પણ હોઈ શકે છે.  જેથી યુઆઈટીને તેમને દૂર કરવાની ફરજ પડી હતી. જો કે અમરસાગર વિસ્તારમાં અગાઉ પણ ઘણા પાકિસ્તાની વિસ્થાપિત લોકો રહે છે. પરંતુ અમને તેમની સાથે કોઈ સમસ્યા નહોતી. જેઓને દૂર કરવામાં આવ્યા છે તેઓ કેચમેન્ટ એરિયામાં સ્થાયી થયા હતા.

હિંદુમાંથી મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા હતા
એક પીડિત કુર્બાન રામે જણાવ્યું કે તે પાકિસ્તાનના સખાર જિલ્લામાં રહેતો હતો.  ત્યાં તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ છે. હિન્દુઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા છે. જીલ્લા કલેકટર ટીના ડાબીએ અમારા ભીલ સમાજ પ્રત્યે દયા બતાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આથી જિલ્લા કલેકટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ