બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / disguised as a kinnar collected 49 thousand in the name of the ceremony

અમદાવાદ / ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, કિન્નરના વેશમાં આવેલા ગઠિયાએ વિધિના નામે 49 હજાર પડાવ્યા

Kishor

Last Updated: 11:42 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કિન્નરના વેશમાં આવીને ગઠિયાએ છેતરપિંડી આચરી હતી. કિન્નર વેશમાં આવેલ ઠગએ મહિલાને તેના દુઃખ દૂર કરી આપવાની લાલચમાં આવીને વિશ્વાસમાં લીધા હતા.

  • ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
  • કિન્નરના વેશમાં આવીને ગઠિયાએ છેતરપિંડી આચરી
  • દુઃખ દૂર કરવાની લાલચમાં આપી દાગીના સેરવી ગયો

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ સુનીતાનગરમાં રહેતા શિક્ષિકા ભૂમિકાબેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે. આ દરમિયાન 14 મી એપ્રીલના દિવસે એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો અને ઘરમાં બહુ તકલીફ ચાલે છે. તેમ કહીને અલગ અલગ રીતે વિધિ કરવાના બહાને તેમના પાસેથી રોકડ અને દાગીના સહિત રૂપિયા 49 હજારની છેતરપિંડી કરી છે. જે અંગે મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કિન્નરના વેશમાં ફરી રહેલા ઠગ અને ચોરથી સાવચેત રહેવાની અપીલ મહિલા અને તેના પરિવારે કર્યો છે. 

disguised as a kinnar collected 49 thousand in the name of the ceremony

દાગીના દૂધમાં ધોઈને તે પહેરી લેજો 
મહિલાએ આ કિન્નરને ચા પીવા માટે ઘરમાં બોલાવ્યા ત્યારે તેણે કહ્યું હતું કે તમારા ઘરમાં હાલ બહુ તકલીફ છે. તમારા ઘરની વિધિ કરવી પડશે તેમ કહી દરવાજા બંધ કરાવી દીધા હતા અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા માંગ્યા હતા બાદમાં આ પાણીના ગ્લાસને ઘરમાં ફેરવી અને પોતે પી ગયા હતા અને કહ્યું હતું કે તમારા બધા દુઃખ હું પી ગયેલ છું. ઉપરાંત મહિલાએ ઘી માટેના 1100 રૂપિયા આપતા એક રૂપિયો લઈને બીજા રૂપિયા પરત કર્યા હતા અને કહ્યું હતું કે હું તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે કેમ. બાદમાં એક રૂમાલ પાથરીને કહ્યું હતું કે તેમાં પૈસા મૂકો અને 3 સોનાના દાગીના મૂકો તેના પર હું વિધિ કરીને આપુ બાદમાં દૂધમાં ધોઈને તે પહેરી લેજો. 

disguised as a kinnar collected 49 thousand in the name of the ceremony

કિન્નર વેશમાં આવેલ ઠગને સીસીટીવીમાં કેદ

જેથી મહિલાએ રોકડ રૂપિયા 4,000 અને રૂપિયા 45 હજારની કિંમતના દાગીના મૂક્યા હતા. કિન્નરે કહ્યું હતું કે મારામાં માતાજીનો સાક્ષાત વાસ છે આ રૂમાલ મારી થેલીમાં મૂકી દો હું વિધિ કરીને હમણાં બે કલાકમાં આવું છું ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો. પછી તમારા ઘરે જમી લઈશ..આમ કરી ઠગ કિન્નર સોના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ કિન્નર વેશમાં આવેલ ઠગને સીસીટીવીના આધારે એલિજબ્રિજ પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા કિન્નર સાથે એક રીક્ષા ચાલક પણ આવ્યો હતો જેને લઈ પોલીસે ઠગ શખ્સો પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ