બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Disgruntled workers vandalized the Congress office in Ahmedabad and protested

વિરોધ / કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત થતાં જ શોરબકોર, અમદાવાદ કાર્યાલય પર કાર્યકર્તાઓનું હલ્લાબૉલ, તોડફોડના પણ દ્રશ્યો

Dinesh

Last Updated: 03:23 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં નારાજ કાર્યકરોએ તોડફોડ કરી વિરોધ નોંધાવ્યો છે, ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા કાર્યકરોમાં નારાજગી

  • અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ
  • નારાજ કાર્યકરોએ કાર્યાલયમાં કરી તોડફોડ
  • ભરતસિંહ સોલંકીનો કાર્યકરોએ કર્યો વિરોધ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ કોંગ્રેસે પણ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ માટો ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, હજુ પણ અમુક બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે. આ બધાની વચ્ચે જેમ જેમ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોને લઈ ક્યાંક નારજગી જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં નારાજ કાર્યકરોએ કરી તોડફોડ કરી છે

કોંગ્રેસ કાર્યાલયમાં નારાજ કાર્યકરોએ કરી તોડફોડ કરી
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં નારાજ કાર્યકરોએ કરી તોડફોડ કર્યાનો મામલો સામે આવ્યો છે. ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. નારાજ કાર્યકર્તાઓ ભરતસિંહ સોલંકીનું પોસ્ટર પણ સળગાવ્યું હતું.  ભરતસિંહ સોલંકીનો કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ  નોંધાવ્યો હતો. ઈમરાન ખેડાવાલાને ટિકટ અપાતા વિરોધ નોંધાવ્યો છે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં સમર્થન કરવા બદલ વિરોધ દાખવ્યો છે. 

હવે અપક્ષ ચૂંટણી લડશે સંજય સોલંકી 
જમાલપુર ખાડિયામાં શાહનવાઝ અને ઇમરાન ખેડાવાલા ગ્રુપ વોર ચાલતા હવે વિરોધ વધ્યો છે.  જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરાયા બાદ અનેક કાર્યકરોએ રાજીનામાં આપી દીધા છે. જેને લઈ હવે સંજય સોલંકી જમાલપુર ખાડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. 

રાજીનામા પડ્યાં
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ગઈકાલે મોડી સાંજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જોકે ઉમેદવાર જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા વિરોધ થયો છે. વિગતો મુજબ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વાત આટલે થી નહીં અટકતા નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ