બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Diseases like diabetes, cancer, heart disease are to be avoided! So start eating fruits and vegetables from today

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓથી બચવું છે! તો ડાયટમાં આજથી જ શરૂ કરો ફ્રૂટ્સ અને શાકભાજી, થશે અગણિત ફાયદા

Megha

Last Updated: 04:15 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફળ-શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઘટે છે. કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે. આંખો અને પાચનની સમસ્યાનું જોખમ ઘટે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

  • ફળ અને શાકભાજી ખાવાના અગણિત ફાયદા છે
  • કેન્સર-ડાયાબિટીસથી બચવા ખાઓ ફળ-શાકભાજી
  • બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઘટે

ફળ અને શાકભાજી ખાવાના અગણિત ફાયદા છે, તેમાં તમામ પોષક તત્ત્વો મળી આવે છે. તે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે. ફળ અને શાકભાજીમાં વિટામિન અને મિનરલ્સ સારી એવી માત્રામાં હોય છે. તમામ લીલાં-પીળાં અને નારંગી રંગનાં શાકભાજી કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, બીટા કેરોટિન, વિટામિન-બી કોમ્પ્લેક્સ, વિટા‌િમન-સી, વિટામીન-એ અને વિટામિન-કે નો સારો સ્રોત છે.

હાર્વર્ડના હેલ્થ અનુસાર ફળ-શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઘટે છે. કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે. આંખો અને પાચનની સમસ્યાનું જોખમ ઘટે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. સફરજન, નાસપતિ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી નોન સ્ટાર્ચવાળાં શાકભાજી છે. આ શાકભાજી અને ફળ ખાવાથી વજન ઘટી શકે છે. તેનો ગ્લાઇસેમિક લોડ ઘટે છે અને બ્લડ શુગરનો ખતરો ઘટે છે.

હાર્ટ ડિસીઝનો ખતરો ઘટે છે
ફળ અને શાકભાજીના વધુ સેવનથી હૃદયરોગ અને તેનાથી થતા મૃત્યુનું જોખમ ઘટે છે. રોજ ફળ અને શાકભાજી ખાવાથી દિલના રોગ અને મૃત્યુનું જોખમ ઘટે છે. આ જોખમ લગભગ ચાર ટકા ઓછું થાય છે. પાલક, સરસવનું શાક હૃદયરોગના જોખમને ઘટાડે છે.

બ્લડ પ્રેશર રહેશે કાબૂમાં
રોજ ફળ અને શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. ફળ અને શાકભાજીનું સેવન લોઅર બ્લડપ્રેશરથી જોડાયેલું છે. તમારે બ્રોકોલી, ફુલગોબી, પત્તાંગોબી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કેળ, સંતરાં, લીંબુ, દ્રાક્ષ જેવાં ફળોનું સેવન કરવું જોઇએ.

કેન્સરનું જોખમ ઘટશે
કિશોરાવસ્થાથી જ ફળ અને શાકભાજી ખાવાથી બ્રેસ્ટ કેન્સર વિકસિત થવાનો ખતરો રપ ટકા ઘટે છે. કિશોરાવસ્થા દરમિયાન તમારે સફરજન, કેળાં, દ્રાક્ષ, મકાઇનું વધુ સેવન કરવું જોઇએ, તેનાથી ટ્યૂમરનો ખતરો ઘટે છે. બ્રોકલી, કોબી, ફ્લાવર, લસણ, ડુંગળીના સેવનથી મોં, ગળા, અન્નનળી અને પેટ સહિત અનેક પ્રકારના કેન્સરથી બચી શકો છો.

ડાયાબિટીસનો ખતરો ઘટે છે
બ્લૂબેરી, દ્રાક્ષ, સફરજનનું સેવન કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. યુવાન છોકરા-છોકરીઓ ર૪ વર્ષની ઉંમરમાં ફળ અને શાકભાજીનું વધુ સેવન કરે તો તેમને વજન વધવાની આશંકા ઘટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ