બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / diseases increases during monsoon dengue malaria typhoid and pneumonia healthy food

Seasonal Diseases / ચોમાસું શરૂ થયું નહીં કે બિમારીઓનો મારો શરૂ, ચિંતા ન કરો! આજથી જ ફૉલો કરો આ ટિપ્સ ને જુઓ પછી

Manisha Jogi

Last Updated: 08:54 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની ઋતુમાં અનેક સીઝનલ બિમારીઓ થાય છે, આ ઋતુમાં પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ મચ્છર કરડવાને કારણે અનેક બિમારીઓ થાય છે.

  • વરસાદની ઋતુમાં અનેક સીઝનલ બિમારીઓ થાય છે
  • પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે
  • મચ્છર કરડવાને કારણે અનેક બિમારીઓ થાય છે

ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદની ઋતુમાં અનેક સીઝનલ બિમારીઓ થાય છે, આ ઋતુમાં પાણી ભરાઈ જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ મચ્છર કરડવાને કારણે અનેક બિમારીઓ થાય છે. યોગ્ય સમયે આ બિમારીનો ઈલાજ કરવામાં ના આવે તો આ બિમારીઓ ગંભીર રૂપ લઈ શકે છે. ચોમાસામાં આ બિમારીઓથી કેવી રીતે બચી શકાય, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેલેરિયા  

વરસાદમાં મચ્છર કરડવાને કારણે મેલેરિયા અને ડેંગ્યુ જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે. મેલેરિયા થાય તો થાક, ઠંડી, તાવ, માથાનો દુખાવો, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત ડેંગ્યુનું પણ જોખમ રહે છે  જેમાં ભૂખ ના લાગવી, થાક અને બેચેની જોવા મળે છે. 

વાયરલ ઈન્ફેક્શન  

વરસાદની ઋતુમાં વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. બદલાતી ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે વાયરલ ઈન્ફેક્શન, ફંગલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. આ ઋતુમાં વરસાદમાં પલળવાને કારણે સર્દી ખાંસીની સમસ્યા થઈ શકે છે. 

ઝાડા ઉલ્ટી:

વરસાદની ઋતુમાં ઝાડા ઉલ્ટીની બિમારી વધી જાય છે. ખાવા પીવામાં ધ્યાન ન આપવાને કારણે અને ગંદુ પાણી પીવાને કારણે આ સમસ્યા થાય છે. ચોમાસામાં સાફ સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં ભોજનના માધ્યમથી ગંદકી પેટમાં જાય છે, જેના કારણે ઝાડા ઉલ્ટીની સમસ્યા થાય છે. 

ન્યુમોનિયા  

ચોમાસામાં ન્યુમોનિયાના વાયરસ હવામાં હોય છે, જે શ્વાસના માધ્યમથી અંદર જાય છે, જેના કારણે ફેંફસા પર અસર થાય છે. ન્યુમોનિયામાં ઠંડી લાગવી, થાક, ભૂખ ના લાગવી, શ્વાસ લેવામાં તકલીફ અને તાવની સમસ્યા થાય છે. 

ટાઈફોઈડ  

ચોમાસામાં ટાઈફોઈડના દર્દીઓ વધી જાય છે. બેક્ટેરિયા અને ગંદકીને કારણે ટાઈફોઈડ થાય છે. બહારની ખાવા પીવાની ગંદકીને કારણે ટાઈફોઈડની બિમારી થઈ શકે છે. 

ચોમાસામાં બિમારીથી બચવાના ઉપાય

  • વરસાદની ઋતુમાં આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખો, જેથી મચ્છરોનો ઉપદ્રવ ના થાય, જેના કારણે ડેંગ્યુ અને મેલેરિયા થવાનું જોખમ ઓછું રહે છે. 
  • ચોમાસામાં વરસાદમાં પલળવું નહીં, જેના કારણે સર્દી ખાંસીની સમસ્યા થઈ શકે છે અને ત્વચા પર ફોલ્લી પણ થાય છે. 
  • બહારથી જે પણ ફળ અને શાકભાજી લાવો તે ધોયા પછી જ તેનું સેવન કરવો. તેમાં રહેલ કીટાણુઓને કારણે અનેક બિમારીઓ થઈ શકે છે. 
  • ચોમાસામાં આરોગ્યપ્રદ ભોજનનું સેવન કરવું, જેથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
  • ચોમાસામાં શુદ્ધ અને સ્વચ્છ પાણીનું સેવન કરવું. ખરાબ પાણીનું સેવન કરવાથી અનેક બિમારીઓ થાય છે અને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
  • મેલેરિયા અથવા ડેંગ્યુના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ