બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Discrimination against Valmiki community children in primary school of Anganwada village of Kankerage taluka of Banaskantha

છૂતઅછૂત! / શિક્ષણના ધામમાં ભેદભાવ: બનાસકાંઠાની આંગણવાડા પ્રા.શાળામાં વાલ્મિકી સમાજના બાળકોને અલગ બેસાડીને કરાવાઈ છે ભોજન

Vishnu

Last Updated: 11:15 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને અલગ બેસાડી શાળામાંથી કાઢી મુકવાનો કરાયો આક્ષેપ, શાળાના આચાર્ય સામે વાલ્મિકી સમાજના આગેવાનોએ નોંધાવી ફરિયાદ

  • આંગણવાડા પ્રાથમિક શાળામાં ઉચ-નીચનો ભેદભાવ મામલો
  • ચાર બાળકો અન્ય વિદ્યાર્થીથી અલગ બેસાડતા નોંધાઇ ફરિયાદ 
  • અમારી શાળામાં કોઈ જ ભેદભાવ નથી રાખવામાં આવતો-શિક્ષક

દેશ અને દુનિયા આજે ચાંદ પર પહોંચી ચૂક્યા છે અને હાલ મોબાઈલ યુગમાં એક બટન દબાવતા જ ઘરે બેઠા અનેક કામો થઈ જાય છે..ત્યારે હજુ પણ રાજ્યમાં છુત- અછુતના ભેદભાવ રાખવામાં આવતા હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે.

મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો ભેદ ક્યારે દૂર થશે?
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામની પ્રાથમિક શાળામાં વાલ્મિકી સમાજના બાળકો સાથે અછૂત વર્તન રાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શાળાના આચાર્યએ વાલ્મિકી સમાજના 4 બાળકોને મધ્યાહન ભોજન સમયે અલગ બેસાડ્યા છે. જેનો ફોટો વાયરલ થતા જ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આચાર્ય સામે કોઈપણ કંઈપણ બોલવા તૈયાર ન હોવાનો આક્ષેપ બાળકોની માતાએ કર્યો છે. સાથે જ આ સમગ્ર મામલે બાળકોની માતાએ શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે. આથી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે આરોપ?
વાલ્મીકી પરિવાર આક્ષેપો કરતાં કહે છે કે તેમના બાળકોને બીજા બાળકોથી અલગ બેસાડવામાં આવે છે તેમની પાસે પાણી પણ ઘરેથી અલગ લાવવાનું કહેવામાં આવે છે અને મધ્યાન ભોજન કરતી વખતે પણ તેમને એક અલગ ખૂણામાં બે શાળામાં આવી રહ્યા છે બાળકોની માતા લીલાબેન નું કહેવું છે કે તેમને વારંવાર આ બાબતે ગામના આગેવાનો અને શાળાના આચાર્યને વાત કરી હતી કે અમારા બાળકોને આવો ભેદભાવના ના રાખવા જણાવ્યું હતું. શાળાના આચાર્ય રમેશ ઠક્કરે તેમના બાળકોને શાળામાંથી ઘરે કાઢી દીધા હતા અને જાતિ આપવાની શબ્દો પણ બોલ્યા હતા 

મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકે આક્ષેપોને ફગાવ્યા
આંગણવાડા પ્રાથમિક શાળામાં વાલ્મિકી સમાજના આ 4 બાળકો સહિત અન્ય સમાજના પણ 400 થી 500 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ 4 બાળકો સાથે આચાર્ય રમેશ ઠક્કર ભેદભાવ રાખતા હોવાનો વાલ્મિકી સમાજના પરિવારે આક્ષેપો કર્યા છે.જો કે મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકે આક્ષેપોને ફગાવ્યા હતા અને શાળામાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હોવાનો દાવો કર્યો હતો

ફરિયાદ લઈ તપાસ શરૂ થતાં આચાર્ય રજા પર
તો ગામના અગ્રણી પ્રવીણભાઈ પરમારે પણ આચાર્ય સામેની તપાસના ગાણા ગાઈને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. હાલ બનાસકાંઠા પોલીસે વાલ્મિકી સમાજના ચાર બાળકોની માતાની ફરિયાદ લઈને અને વાયરલ થયેલા ફોટા મામલે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી છે.પરંતુ  ફરિયાદ થતા શાળાના આચાર્ય રજા પર ઉતરી ગયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ