બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / discount of Rs 54 thousand is available on this car priced at 4.26 lakh

ઓફર / ₹4.26 લાખની આ કાર પર મળી રહ્યું છે 54 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ: 32 કિલોમીટર સુધી આપે છે માઇલેજ, નથી કોઈ વેઈટિંગ પિરિયડ

Kishor

Last Updated: 03:06 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિંમત 4.26 લાખ રૂપિયાની કિંમતની Maruti Suzuki S-Presso પર ઓક્ટોબર 2023માં 54,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. એવરેજ જાણીને તમે પણ અકર્ષાશો!

  • Maruti Suzuki S-Pressoમાં  ₹54,000નું ડિસ્કાઉન્ટ
  • 32 કિમીની માઈલેજ આપવામાં સક્ષમ છે Maruti Suzuki S-Presso
  • કોઈ જ વેઈટીંગ પીરિયડ પણ નથી

મજબૂતી અને શ્રેષ્ઠ માઈલેજ માટે મારુતિ સુઝુકીની કાર લોકોની પહેલી પસંદ બની છે. લોકો આ કંપનીની કાર ખરીદવામાં વધુ વિચારતા નથી. તેમાં પણ હવે મારુતિ સુઝુકી કંપનીની S-Presso છે આગામી સમયમાં બજારમાં ધૂમ બચાવે તો નવાઈ નહિ કારણ કે આ કાર પર ઓક્ટોબર 2023માં 54,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં 4.26 લાખ રૂપિયાની કિંમતમાં S-Presso મળી શકે છે. સાથે જ તે સાત કલર વિકલ્પો અને ચાર વેરિઅન્ટમાં પણ હાજર મળી શકે છે. તેમા પણ Arena રેન્જમાં અમુક મારુતિ સુઝુકી ડીલરશિપ ચાલુ મહિને સમગ્ર મોડલ પર મોટા પાયે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ રૂપે ગ્રાહકો તેનો લાભ મેળવી શકશે.

S-Presso Petrol and CNG Price in India

50 હજાર ઉપરાંતનું જંગી ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટ અંગે વાત કરીએ તો Maruti S-Presso પેટ્રોલ વેરિઅન્ટ પર 30,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામા આવે છે. ત્યારબાદ  20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી કુલ 50 હજાર ઉપરાંતનું જંગી ડિસ્કાઉન્ટ અપાઈ છે. સાથે જ CNG વેરિઅન્ટ પર 30,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ અપાઈ છે.

CNG વેરિઅન્ટ માટે 32.73km/kg ની માઈલેજ
માત્ર આ ચાલુ માસ જ નહીં પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી S-Presso પર મોટું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. ખાસ વાત એ પણ છે કે આ કાર જુલાઈમાં મારુતિના એવા મોડલમાં સમાવેશ થતો હતો જેમાં વેઇટિંગ પીરિયડ ન હતું. જ્યારે સ્વિફ્ટ અને વેગનઆર પણ આ યાદીમાં હાજર હતી. સૌથી મોટી ખાસિયતની વાત કરીએ તો જોરદાર માઈલેજ છે. કારણ કે આ કારનું પેટ્રોલ વેરિઅન્ટ 24.76kmpl સુધીની જબરદસ્ત માઈલેજ આપે છે તો તેના CNG વેરિઅન્ટ માટે 32.73km/kg ની માઈલેજનો કંપની દ્વારા દાવો કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ