બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:48 PM, 27 July 2023
ADVERTISEMENT
વરસાદની સાથે ઘણી બીમારીઓનો ખતરો વધે છે. વરસાદના પાણી જ્યારે પુરના રૂપમાં એકત્ર થાય છે તો બેક્ટેરિયા વધારે થવા લાગે છે. ધીરે ધીરે આ પીવાના પાણીને પણ દૂષિત કરી દે છે. એવામાં જો કોઈ આ પાણીને પીવે છે તો પાણીજન્ય બીમારીઓની ઝપેટમાં આવી શકે છે.
તેમાં પેટ સાથે જોડાયેલી સમસ્યા વધારે હોય છે. આ ભોજન સાથે જોડાયેલી સમસ્યાઓને ફૂડ બોર્ન ડિઝિઝ પણ કહેવાય છે. તેનાથી એલર્જી કે ફૂડ પાયઝનિંગ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
5 પ્રમુખ પાણીજન્ય બિમારી
કોલેરા
દૂષિત પાણી પીવાથી થતી બીમારીઓમાં કોલેરા મુખ્ય છે. આ એક જીવાણુ સંક્રમણ છે. જે દૂષિત પાણી કે દૂષિત ભોજનના સેવનથી થાય છે. કોલેરા જેવા પાણીજન્ય રોગ થવા પર ઝાડ, ઉલ્ટી અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યા થાય છે. ખાસ કરીને બીમારી ચોમાસા વખતે વધારે વધી જાય છે. કારણ કે આ સમયે પાણી ભરાવવાની સમસ્યા જળ સ્ત્રોતને દૂષિત કરે છે.
ટાઈફોઈડ
દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ તાવનો પણ ખતરો વધી જાય છે. આ પણ કોલેરાની જેમ જ એક જીવાણી સંક્રમણ છે જે દૂષિત પાણીના ભોજનના સેવનથી થાય છે. ટાઈફાઈડ થવાથી તાવ, માથામાં દુખાવો, પેટમાં દુખાવો અને ડાયેરીયા થઈ શકે છે. આ તાવ એક સામાન્ય પાણીજન્ય બીમારી છે. તેને થવાનું એક મોટુ કારણ સ્વચ્છતાની કમી પણ છે.
હેપિટાઈટિસ એ
દૂષિત પાણીથી થતા હેપિટાઈટિસ એ પણ એક પાણીજન્ય બીમારી છે. તેના પણ ફેલાવવાનું મુખ્ય કારણ દૂષિત પાણી કે ભોજન છે. હેપિટાઈટિસ એ જેવી વાયરલ સંક્રમણ બીમારી થવાથી તાવ, ચુંક, ઉલ્ટી અને કમળો થવાનો ખતરો વધારે રહે છે. એક્ટસપર્ટ આ મુશ્કેલીથી બચવા માટે ઘરની આસપાસ સાફ-સફાઈ અને દૂષિત પાણીથી બચવાની સલાહ આપે છે.
ડાયેરિયા
ડાયેરિયા કોલેરા, ટાઈફોડ અને હેપેટાઈટિસ એ સહિત ઘણી પાણીજન્ય બીમારીઓનું એક સામાન્ય લક્ષણ છે. આ બેક્ટેરિયા, વાયરસ અને પરજીવિયો સહિત વિવિધ પ્રકારના સુક્ષ્મજીવીઓના કારણે થઈ શકે છે. ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ વધારે થાય છે.
અમીબિયાસિસ
દૂષિત પાણીથી થતી અમીબિયાસિસ પણ બીમારી છે. જણાવી દઈએ કે અમીબિયાસિસ એક પરજીવી સંક્રમણ છે જે દૂષિત પાણી કે ભોજનના સેવનથી થઈ શકે છે. તેનાથી ઝાડા, પેટમાં દુખાવો અને તાવ આવી શકે છે. અમીબિયાસિસ ભારતમાં એક સામાન્ય પાણીજન્ય બીમારી છે. ખાસ કરીને સ્વચ્છતા અને સાફ-સફાઈ ન હોય તેવા ક્ષેત્રમાં.
દૂષિત પાણીથી થતી બિમારીઓના લક્ષણ
બીમારીઓથી બચવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT