બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Director Om Raut is giving advice to the people regarding the Adipurush controversy

નિવેદન / Adipurush વિવાદ મામલે ડાયરેક્ટર ઓમ રાઉત તો લોકોને જ આપી રહ્યા છે સલાહ, કહ્યું તમારે સમજવું પડશે કે આ રામાયણ નહીં આદિપુરુષ છે

Priyakant

Last Updated: 08:50 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Controversy News: આદિપુરુષ ફિલ્મના ડાયલોગ્સ પર હંગામો, લોકોએ કહ્યું ફિલ્મમાં રામાયણની વાર્તા કરતાં વધુ એક્શન સીન, ડિરેક્ટર ઓમ રાઉતે વિવાદો પર  તોડ્યું મૌન

  • આદિપુરુષ ફિલ્મને લઈ ફરી એકવાર મોટા સમાચાર 
  • વિવાદને લઈ  ડિરેક્ટર ઓમ રાઉતે આ વિવાદો પર મૌન તોડ્યું 
  • તમારે સમજવું પડશે કે આ રામાયણ નહીં આદિપુરુષ છે: ઓમ રાઉત

આદિપુરુષ ફિલ્મને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સ પર મોટાભાગે હંગામો મચ્યો છે. આ સાથે લોકો એ પણ ગુસ્સે છે કે, ફિલ્મમાં રામાયણની વાર્તા કરતાં વધુ એક્શન સીન છે. હવે ડિરેક્ટર ઓમ રાઉતે આ વિવાદો પર મૌન તોડ્યું છે.

ઓમ રાઉતે શું કહ્યું?
16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'રામાયણ' પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, ઓમ રાઉતે કહ્યું કે જેઓ કહે છે કે, તેઓ રામાયણને સમજે છે તેઓ મૂર્ખ છે. રામાયણ એટલું મોટું છે કે, તેને સમજવું કોઈના માટે અશક્ય છે. જો કોઈ એવું કહે છે કે, તેઓ રામાયણને સમજે છે, તો તે કાં તો મૂર્ખ છે અથવા તેઓ જૂઠું બોલે છે. 

સીતા નવમી પર Adipurushના મેકર્સે બહાર પાડ્યું ઓડિયો મોશન પોસ્ટર, 'જાનકી;ના  અવતારમાં દેખાઈ Kriti Sanon | The makers of Adipurush released the audio  motion poster on Sita Navami, featuring ...

આ સાથે તેમણે કહ્યું કે, રામાયણ જે આપણે પહેલા ટીવી પર જોયું છે, આ એવી વસ્તુ છે જેને હું મોટા ફોર્મેટમાં જોઈને મોટો થયો છું. આપણે તેને ફિલ્મ (રામાયણ) કહી શકીએ નહીં. તેથી જ અમે તેને આદિપુરુષ કહીએ છીએ, કારણ કે તે રામાયણની અંદરનો એક ભાગ છે. તે એક યુદ્ધનો પ્રસંગ છે, જેને અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ માત્ર યુદ્ધનો એક નાનો ભાગ છે. 

આદિપુરુષ પર શા માટે હોબાળો ? 
એક તરફ 'આદિપુરુષ' એ પહેલા જ દિવસે રેકોર્ડ તોડી નાખ્યા તો બીજી તરફ આ ફિલ્મને લઈને વિવાદ પણ વધી ગયો છે. લોકો ફિલ્મના ડાયલોગને ટપોરી ગણાવી રહ્યા છે. રાવણથી લઈને ઈન્દ્રજીતના પાત્રને પણ ચપરી કહેવામાં આવે છે. લોકોને આશા નહોતી કે, મનોજ મુન્તાશીર ઓમ રાઉતની 'આદિપુરુષ'માં ટપોરી સ્ટાઇલના ડાયલોગ્સનો ઉપયોગ કરશે. જોકે મનોજે તેનો બચાવ કરતા કહ્યું છે કે, તેણે તે જાણી જોઈને કર્યું છે જેથી લોકો આ ડાયલોગ્સ સાથે રિલેટ કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ