બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Direct tax collection jumps 24% in first half of FY23

આર્થિક / દેશની ઈકોનોમી સુધરી, બે મોટા ટેક્સથી છલકાઈ સરકારની તિજોરી, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બંપર ઉછાળો

Hiralal

Last Updated: 02:55 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે રવિવારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, કોર્પોરેટે ઈન્કમ ટેક્સ અને પર્સનલ ઈન્કમ ટેક્સના આંકડા જાહેર કર્યાં છે.

  • ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં  23.8 ટકાનો ઉછાળો 
  • 1 એપ્રિલથી 8 ઓક્ટોબર સુધી 8.98 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું 
  • કોર્પોરેટ આવકવેરામાં 16.73 ટકાનો વધારો
  • વ્યક્તિગત આવકવેરામાં 32.30 ટકાનો વધારો
  • આવકવેરા વિભાગે 1.53 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જારી

કેન્દ્રીય નાણા મંત્રાલયે રવિવારે ડાયરેક્ટર ટેક્સ કલેક્શન સહિતના બીજા ઈન્કમ ટેક્સ કલેક્શનના આંકડા જાહેર કર્યાં છે. 
ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી 8 ઓક્ટોબર 2022 સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.98 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્ષ કલેક્શનમાં 23.8 ટકાનો વધારો નોંધાયો છે. 

કોર્પોરેટ આવકવેરામાં 16.73 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 32.30 ટકાનો વધારો
ચાલુ નાણાકીય વર્ષ 2022-2023માં એપ્રિલથી અત્યાર સુધીમાં કોર્પોરેટ આવકવેરામાં 16.73 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, વ્યક્તિગત આવકવેરામાં 32.30 ટકાનો વધારો થયો છે. રિફંડ બાદ પણ નાણાકીય વર્ષ 2022-23માં નેટ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ કલેક્શનમાં 16.29 ટકા અને પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શનમાં 16.25 ટકાના દરે વધારો થયો છે.

આવકવેરા વિભાગે 1.53 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું 
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અનુસાર, 1 એપ્રિલથી 8 ઓક્ટોબર, 2022 ની વચ્ચે, આવકવેરા વિભાગે 1.53 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે, જે પાછલા વર્ષ કરતા 81% વધુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં નિકાસમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે અને તેની સાથે ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર બમણો થયો છે. આ સાથે બેઝિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઓગસ્ટમાં ઘટીને 9 મહિનાના નીચલા સ્તર 3.3 ટકા પર આવી ગયો છે.

દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં વધારો
ઉચ્ચ કર વસૂલાત બતાવે છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં મંદી હોવા છતાં ટેક્સ કલેક્શનમાં મજબૂતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતો માને છે કે દેશે આર્થિક વિકાસમાં તેની ગતિ ગુમાવી દીધી છે, પરંતુ કંપનીઓના નફાને કારણે, આ આંકડા બહાર આવી રહ્યા છે. આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ભારતના જીડીપી અનુમાનને 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધું હતું. આ સાથે અન્ય ઘણી વૈશ્વિક એજન્સીઓએ પણ ભારતના જીડીપીના અંદાજમાં ઘટાડો કર્યો છે.

શું છે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન
ડાયરેક્ટ ટેક્ષ કલેક્શનમાં કોર્પોરેટ આવકવેરો અને પર્સનલ આવકવેરો સામેલ છે. આ બન્ને દ્વારા સરકારને તગડી કમાણી થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ