બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 'Diploma Course in Health Sanitary Inspector' in Dr. Babasaheb Ambedkar University exposed as illegal

ચોંકાવનારો ઘટસ્ફોટ / SIના કોર્સ માટે આંબેડકર યુનિ.માં ભર્યા 15 કરોડ પણ ક્યાંય જોબ નહીં, ભરતી માટે અરજી કરતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ

Malay

Last Updated: 11:31 AM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પેરામેડિકલ કક્ષાનો કોર્સ 'ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર' ગેરકાયદે ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે.

  • ડૉ.આંબેડકર યુનિવર્સિટીનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ગેરકાયદેસર!
  • 5 વર્ષમાં 7500થી વધારે વિદ્યાર્થીઓએ મેળવી છે ડિગ્રી
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો યુનિવર્સિટીને પત્ર

અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 'સેનિટરી ઇન્સ્પેક્ટર'નો કોર્સ ગેરકાયદે ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પાડેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટે જ્યારે ડો.આબેડકર યુનિવર્સિટીમાં સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા ઉમેદવારોએ અરજી કરી ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી હતી સ્પષ્ટતા
વાસ્તવમાં  1 ફેબ્રુઆરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે, 'ડિપ્લોમા ઈન હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે નહીં.'

7500થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો છે આ કોર્સ 
આપને જણાવી દઈએ કે, અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 'ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર' વર્ષ 2018થી શરૂ કરાયો છે. આ પાંચ વર્ષમાં અંદાજિત 7500થી વધુ વિદ્યાર્થીઓએ આ કોર્સ કર્યો છે. 

...કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો
પાંચ વર્ષમાં ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં રૂ.15 કરોડ ભરીને 7500 વિદ્યાર્થીઓ SI (સેનિટરી ઇન્સ્પેક્ટર) બન્યા, પછી ખબર પડી કે આ કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો. રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી ત્યારે ખબર પડી કે કોષ કર્યો પરંતુ નોકરી નહીં મળે. 

UGCનો પરિપત્ર

UGCએ બહાર પાડ્યો હતો પરિપત્ર 
આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં UGCએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેડિકલ, પેરામેડિકલ, ઈજનેરી સહિતના સર્ટિફિકેટ કોર્સ એક્સટર્નલમાં ચલાવી શકાશે નહીં. તેમ છતાં આ યુનિવર્સિટીમાં એક્સટર્નલ ચલાવાય છે. ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં વર્ષ 2018થી આ કોર્સ ગેરકાયદે ચાલે છે.

સળગતા સવાલ

  • SIનો કોર્સ માન્ય નથી તો પણ કેમ કરાવવામાં આવે છે?
  • ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • શું ડૉ.બાબાસાહેબ યુનિવર્સિટી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને ગણકારતું નથી?
  • કોર્સ માન્ય ન હોવા છતાં ડૉ.બાબાસાહેબ યુનિવર્સિટી કોર્સ કેમ ચલાવે છે?

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ